શ્રીલંકા - ફોનસેકાની ધરપકડ, કોર્ટમાર્શલ કરાશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિડા રાજપક્ષે વિરૂદ્ધ ચૂંટણી જંગમાં ઉતરનારા શ્રીલંકાના લશ્કરના ભૂતપૂર્વ વડા ફોનસેકાની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરૂદ્ધ લશ્કરી કોર્ટમાં કોર્ટ માર્શલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મિડિયા સેન્ટર ફોર નેશનલ સિક્યુરિટીના ડાયરેક્ટર જનરલ લક્ષ્મણ હુલ્લુગાલાના કહેવા પ્રમાણે, જનરલ ફોનસેકા પર લશ્કરના ગુપ્ત રહસ્યોને બહાર પાડવાનો અને મહિડા રાજપક્ષેની હત્યાનું કાવત્રું રચવાનો આરોપ છે.
મિલ્ટ્રી પોલીસ દ્વારા ફોનસેકાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે ફોનસેકાના મિડિયા સચિવ સેન્કા ડી ' સિલ્વાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, શ્રીલંકામાંથી તામિલ વિદ્રોહીઓને નિરસ્ત કરવાની સૈન્ય કાર્યવાહી દરમિયાન જનરલ ફોનસેકા શ્રીલંકાના લશ્કરના વડા હતા.












