ઉ.પ્ર.માં ટ્રેક્ટર અકસ્માત 24 ના મોત
ઉત્તરપ્રદેશના સિતાપુર જિલ્લામાં પિસવાન શહેર પાસે ટ્રેકટર અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રેકટરની ટ્રોલી રોડ પરથી નીચે ખાબકતાં 24 લોકોના મોત થયા છે.
પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે મૃતકોમાં 15 બાળકો અને નવ મહિલાઓનો સમાવેશ થાય છે. પાણી ભરેલી ખાઇમાં ટ્રેકટર ખાબકડા રાહત અને બચાવકાર્ય કરવામાં તકલીફ પડી રહી છે. આ લોકો સિતાપુર જિલ્લાના મિસરીખમાં સામાજિક કાર્યમાં ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હતો. કોઇ વાહનને ઓવર ટેક કરતી વખતે ટ્રેકટરના ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હોય જેના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.
હોસ્પિટલ સુત્રોના કહેવા પ્રમાણે, ટ્રેક્ટરના ડ્રાઇવર સહિત આઠ લોકોને સિતાપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી ગયો જેના કારણે મૃતકોની સંખ્યા વધી ગઇ અન્યથા વધુ કેટલાક જીવ બચાવી શક્યા હોત એવો મત બચી ગયેલા હરિમોહને વ્યક્ત કર્યો હતો.










