Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 3:24 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarકાંગારૂ ખેલાડીઓ આનંદો, શિવસેનાથી કોઈ ડર નહીં

Agency, Mumbai

IPL_shiv_sena_australia_BCCIઈન્ડિયન પ્રિમિયર લીગ-3માં ઓસ્ટ્રેલિનય ખેલાડીઓને લઈને શિવસેનાએ ઉભા કરેલા વિવાદને ખતમ કરવા કેન્દ્રીય મંત્રી શરદ પવાર અને બીસીસીઆઈ વડા શશાંક મનોહર શિવ સેના સુપ્રિમો બાલ ઠાકરેને મળ્યા હતા.

આ મુલાકાતના એક દિવસ બાદ બાલ ઠાકરેએ તેમણે આપેલી ધમકીને પાછી લઈ લીધી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખ ખાને કરેલા પાકિસ્તાની ખેલાડીઓના સમર્થનને લઈને શિવસેના કિંગખાનની પાછળ પડી ગઈ હતી.

પરંતુ જ્યારે આ વિવાદ શાંત થઈ ગયો ત્યારે શાહરૂખ નહીં પરંતુ પવારે બાલ ઠાકરેના ઘરે જઈને આઈપીએલ માટેનો રસ્તો સાફ કરી દીધો હતો.

-- વાંચો :- * ઓસી. ખેલાડીઓને IPLમાં રમવા દેવા BCCIની ઠાકરેને વિનંતી
* નવા નિયમો ઘડી IPLએ મીડિયાની મુશ્કેલીઓ વધારી

પવાર અને મનોહરે સેના સુપ્રિમોને વિનંતી કરી હતી કે તેઓ આઈપીએલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને લક્ષ્ય ના બનાવે. મનોહરે જણાવ્યું હતું કે અમે તેમને વિનંતી કરી હતી કે તેઓ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રમવાની મંજૂરી આપે અને ઠાકરેએ તેમને તે અંગે વિચાર કરવાની ખાતરી આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સેના સુપ્રિમોએ તેમના સમર્થકોને આઈપીએલ દરમિયાન વિરોધ ના કરવાનું જણાવ્યું હતું. બે કલાક ચાલેલી મિટિંગ ઠાકરેના ઈગોને પીગળાવી દેવા માટે પૂરતી હતી.

જો કે આઈપીએલને ટેકો આપવા માટે પવાર અને બીસીસીઆઈના વડાએ ઠાકરે સાથે કરેલી મુલાકાતથી ઘણી સવાલો ઉભા થયા હતા. જો કે આ પહેલા ગૃહમંત્રી ચિદમ્બરમ પણ આઈપીએલને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી ચૂક્યા હતા છતા બીસીસીઆઈએ ઠાકરે સામે નમવાની શું જરૂર હતી? તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

  share

 .

Reader's Feedback
Jignesh Patel
Tuesday, 9th Feb 2010, 14:05

Now this is going wrong. what Bal Thakre did was right. Australian player should not be allow to play in India. What they are doing with our Indian brothers is not good. I would say when they come to India they should be treated in same way.
Chetan Solanki
Tuesday, 9th Feb 2010, 14:09

ઓસ્‍ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાઓ થયા. આપણી નામર્દ સરકાર ઓસ્‍ટ્રેલિયાને ચેતવણી સુધ્‍ધા આપી શકી નથી. એક જવામર્દ છે જેનાથી કમસે કમ ઓસ્‍ટ્રેલિયા સરકાર ડરી તો ખરા.
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: