‘સ્લમડોગ મેં જોયેલી સૌથી ખરાબ ફિલ્મ’
પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગીરિશ કર્નાડે સોમવારે કહ્યું હતું કે, તેમને જોયેલી ફિલ્મોમાંથી અત્યાર સુધીની સૌથી ખરાબ ફિલ્મ સ્લમડોગ મિલિયોનર છે.
કર્નાડ થિયેટર, સાહિત્ય, અભિનય સાથે સંકળાયેલા એક સર્જનાત્મક વ્યક્તિ છે. તેમણે ગોવાની રાજધાની પણજીમાં સરકાર દ્વારા યોજાયેલા એક સાહિત્ય અંગેના સેમિનારમાં સ્લમડોગ વિશે વાત કરી હતી. તેમના મતે તેમના જીવનમાં જોયેલી અત્યાર સુધીની સૌથી ખરાબ ફિલ્મ સ્લમડોગ મિલિયોનર છે. તેમના મતે આ ફિલ્મ ભારતમાં સુપર ફ્લોપ ગઈ છે. ઓસ્કાર જીતવા માટે ભારતની ગરીબી અને ભૂખને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. જે આપણી લઘુતાગ્રંથીનું વર્ણન કરે છે.
શા માટે આપણે ઓસ્કાર અને ગ્રેમીની પાછળ આટલા ભાગીએ છીએ. ભારતીય ફિલ્મ ઉદ્યોગ વિશ્વમાં સૌથી સારો છે, તેમ ગીરિશે કર્નાડે ઉમેર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં ડેન્ની બોયલની સ્લમડોગ મિલિયોનર રીલિઝ થઈ હતી. ફિલ્મ ઓસ્કારમાં આઠ એવોર્ડ જીતી હતી.










