ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લૂ
વૃદ્ધ વ્યક્તિઓને જેમને ફેફસાંની કે શ્વાસની તકલીફ હોય તેમને આ રોગની તીવ્ર અસર થાય છે. રોગની કક્ષા અને ચિહ્નો પ્રમાણે હોમિયોપથીની વિવિધ દવાઓ આપવામાં આવે છે. રોગની શરૂઆતમાં એકોનાઇટ અથવા ફેરમહોસ સારું પરિણામ આપે છે. નાકમાંથી પાણી પડતું હોય અને સાથે તરસ ઓછી હોય તો જેલ્સેમિયમ અપાય છે. ખાંસીની શરૂઆત થઈ ચૂકી હોય તો બ્રાયોનિયા અથવા આર્સેનિક આલ્બ અપાય છે.
ઇન્ફ્યુએન્ઝાને આપણે સાદી ભાષામાં ‘ફ્લૂ’ તરીકે પણ ઓળખીએ છીએ. આ રોગ વાઇરસથી ફેલાતો ચેપી રોગ છે. આ રોગની શરૂઆતમાં નાકમાં ખંજવાળ આવવી, નાક બંધ થઈ જવું, નાક સુકાઈ જવું, છીંકો આવવી અને પછી નાકમાંથી પાણી પડે છે. તેની સાથે કપાળના ભાગમાં દુખાવો, આંખમાંથી પાણી પડવું, આંખો લાલ થવી, આંખોમાં બળતરા થવી વગેરે ચિહ્નો જોવા મળે છે.
ત્યારબાદ ખાંસી થાય છે, ગળું પકડાય છે, થોડો તાવ આવે છે. ભૂખ ઓછી થઈ જાય છે. ત્યારબાદ નબળાઈ, થાક અને શરીરનો દુખાવો થાય છે. વૃદ્ધ વ્યક્તિઓને જેમને ફેફસાંની કે શ્વાસની તકલીફ હોય તેમને આ રોગની તીવ્ર અસર થાય છે.
રોગની કક્ષા અને ચિહ્નો પ્રમાણે હોમિયોપથીની વિવિધ દવાઓ આપવામાં આવે છે. રોગની શરૂઆતમાં એકોનાઇટ અથવા ફેરમહોસ સારું પરિણામ આપે છે. નાકમાંથી પાણી પડતું હોય અને સાથે તરસ ઓછી હોય તો જેલ્સેમિયમ અપાય છે. ખાંસીની શરૂઆત થઈ ચૂકી હોય તો બ્રાયોનિયા અથવા આર્સેનિક આલ્બ અપાય છે.
ગળું પકડાવા માંડ્યું હોય ત્યારે બેલાડોના અને મર્ક્યુરિયસ ઉપયોગમાં લેવાય છે. છીંકો ખૂબ આવતી હોય તો એલિયમ સેપા અથવા નકસવોમિકા ઉપયોગી છે.આ સિવાય યુકેલિપ્ટસ, યુક્રેસિયા, હેપારસલ્ફ, પલ્સેટીલા વગેરે દવાઓ રોગનાં ચિહ્નોને આધારે આપવામાં આવે છે. હોમિયોપથી દવા મુખ્યત્વે દર્દીનાં વ્યક્તિગત લક્ષણો-શારીરિક તથા માનસિક લક્ષણોને આધારે અપાય છે તેથી કોઈ અનુભવી હોમિયોપથીના માર્ગદર્શન હેઠળ આ દવાઓ લેવી હિતાવહ છે. 












