મુંબઈને બોમ્બે કહેતા રાહુલ પર બાળ ઠાકરેના પ્રહાર
‘રાહુલ ગાંધી એ મહાત્મા ગાંધી નથી કે તેમના જૂતાં છાતી સરસા ચાંપીને રાખવા પડે’, એમ કહીને મહારાષ્ટ્રના રાજય ગૃહ પ્રધાનની આકરી ટીકા કરી
કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ તેમની તાજેતરની મુંબઈની મુલકાતમાં આપેલી વકતવ્યમાં મુંબઈનો ઉલ્લેખ કરતા શિવસેનાએ મંગળવારે ‘કોંગ્રેસના યુવરાજ’ની આકરી ટીકા કરીને રાહુલ ગાંધી પર નવેસરનો હુમલો કર્યો હતો.
શિવસેનાના વડા બાળા સાહેબ ઠાકરેએ તેમનીપક્ષના મુખપત્ર ‘સામના’ના તંત્રી લેખમાં લખ્યું હતું કે, ‘અહીં પોતાના વકતવ્યમાં રાહુલ ગાંધીએ વારંવાર મુંબઈનો ઉલ્લેખ બોમ્બે તરીકે કર્યોહતો. જે લોકો મુંબઈને મહારાષ્ટ્રથી વિખૂટું પાડવા માગે છે તે લોકો મુંબઈને બોમ્બે કહે છે.’ ૩૯ વર્ષની વયના રાહુલ ગાંધીની મુંબઈની મુલાકાત ‘કોંગ્રેસની અંતિમ યાત્રા જેવી હતી જે મરાઠી લોકોએ કાઢી હતી, એમ ઠાકરેએ કહ્યું હતું.
ઘાટકોપરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી આપવા જનારા રાહુલ ગાંધીનાં જૂતાં દેખીતી રીતે જ સાચવવાના આશયે મહારાષ્ટ્રના ગૃહ રાજય પ્રધાન રમેશ બાગવે પોતાના હાથમાં લઈને ફરતાં જોવા મળ્યા હતાં, તેમનો ઉપહાસ કરતા ઠાકરેએ કહ્યું હતું કે, ‘આટલી હદે વાંકા વળવા માટે પ્રધાનને શરમ આવવી જોઈએ.’ તંત્રી લેખમાં વધુમાં જણાવાયું હતું કે, ‘રાહુલ ગાંધી મહાત્મા ગાંધી નથી કે તેમના જૂતાં છાતી સાથે ચાંપીને રાખવા પડે.’
.











