Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 11:29 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપરિણિતાના અપમૃત્યુના કેસમાં સાસુ અને દિયરને જામીન

Vivek Acharya, Ahmedabad

પરિણિતાના અપમૃત્યુના કેસમાં આરોપી સાસુ અને દિયરને ગુજરાત હાઇકોટેં શરતી જામીન આપ્યા હતા. હાઇકોટેં નોંધ્યુ હતુ કે, આરોપીઓ વિરૂદ્ધ પ્રથમદર્શનીય ગુનો જણાઇ આવતો નથી, વળી તેમની ઉમંર પણ નાની હોઇ અને કોઇ ગુનાહીત રેકર્ડ ધરાવતા નહી હોઇ તેઓને જામીન આપવા ન્યાયના હિતમાં લેખાશે.

અરજદાર સાસુ રસીલાબહેન ચૌહાણ અને તેમના પુત્ર કૈલાશ ચૌહાણ દ્વારા કરાયેલી જામીનઅરજીમાં એડવોકેટ કિશોર એમ.પૌલ દ્વારા એ મતલબની રજુઆત કરવામાં આવી હતી કે, અરજદારના મોટાપુત્ર દિવ્યેશના લગ્ન જામનગર ખાતે રહેતી કાજલ સાથે તા.૨૫-૨-૦૯ના રોજ થયા હતા.

ત્યારબાદ અઢી માસના ટૂંકા ગાળામાં કાજલબહેને તેમના સાસરિયામાં જ શરીરે કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મરનાર ભાઇ હિતેશ સોલંકીએ માલવીયાનગર પોલીસમથકમાં આરોપી સાસરિયાઓ વિરૂદ્ધ દહેજના ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અરજદારો તરફથી કોર્ટનું ધ્યાન દોરાયુ હતુ કે, અરજદાર સાસુ એક સ્ત્રી છે અને છેલ્લા નવ મહિનાથી જેલમાં છે. આ કેસમાં ચાર્જશીટ થઇ ગયુ છે, જો કે, કેસનો ટ્રાયલ હજુ શરૂ થયો નથી. અરજદારો ભૂતકાળમાં પણ કોઇ ગુનાહિત રેકર્ડ ધરાવતા નથી. વળી, અરજદારો વિરૂદ્ધ જયારે કોઇ પ્રથમદર્શનીય ગુનો બનતો જ ન હોઇ હાઇકોટેં તે હકીકત પણ ધ્યાને લઇ તેઓને શરતી જામીન પર મુક્ત કરવા જોઇએ. આ દલીલો હાઇકોટેં ગ્રાહ્ય રાખી ઉપર મુજબ હુકમ કર્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: