Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Mar 7th, 2010, 4:11 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarનવા નિયમો ઘડી IPLએ મીડિયાની મુશ્કેલીઓ વધારી

Agency, Mumbai

IPL_media_rules_lalit_modiઈન્ડિયન પ્રિમિયર લીગે તેની ત્રીજી શ્રેણી માટે મીડિયા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આઈપીએલ દ્વારા મીડિયા અક્રેડિટેશન એન્ડ ન્યૂઝ એક્સેસ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. પરંતુ તેનો સ્વીકાર કરવો મીડિયા માટે થોડો મુશ્કેલ બની શકે છે.આ ગાઈડલાઈન્સ પ્રમાણે સમાચાર ચેનલો પ્રત્યેક બુલેટિન માટે આઈપીએલના તાજા ફૂટેજનો ઉપયોગ 30 સેકન્ડથી વધારે કરી શકશે નહીં. અને મેચના ફૂટેજનો 120 સેક્ન્ડથી વધારે ઉપયોગ કરી શકશે નહીં.

જ્યારે સમગ્ર દિવસ માટે 7 મિનિટથી વધારે સમય સુધી તેનો ઉપયોગ કરી શકાશે નહીં. તેનું પુનરાવર્તન કરવાની છૂટ છે પરંતુ તે પણ ફક્ત ત્રણ વખત જ જે પહેલા ચાર વખત હતું.

આ ગાઈડલાઈન્સ પ્રમાણે ચેનલોએ જીવંત પ્રસારણના અડધો કલાક જેટલું મોડું પ્રસારણ કરવું પડશે જે 2008માં ફક્ત પાંચ મિનિટ જ હતું. જીવંત પ્રસારણ એટલે કે પ્રથમ બોલથી લઈને મેચના અંતે યોજાતા પ્રેઝન્ટેશન સુધી.

2008માં બ્રોડકાસ્ટર્સની પોતાની વેબસાઈટ્સ પર લાઈવ પ્રસારણની છૂટ આપવામાં આવી હતી તે આ વખતે બંધ કરવામાં આવી છે.

એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જે મીડિયા માટે ખરેખર મુશ્કેલી ઉભી કરી શકે છે અને તે છે બોના ફાઈડ ન્યૂઝ મેગેઝિન અને બોના ફાઈડ ન્યૂઝ મીડિયા વેબસાઈટ. આનો મતલબ સ્પષ્ટ છે કે ન્યૂઝ મેગેઝિન ફક્ત લોકોને સમાચાર જ પૂરા પાડતી હોવું જોઈ નહીં કે તે મેગેઝિન ન્યૂઝ પૂરા પાડવા ઉપરાંત કોઈ પણ પ્રકારની વસ્તુના વેચાણ કે કોઈ પણ વસ્તનો પૂરવઠો પૂરો પાડતા ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવું જોઈએ નહીં.

તે જ રીતે વેબસાઈટ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. વેબસાઈટની સંસ્થા પણ લોકોને સમાચાર પૂરા પાડવા ઉપરાંત કોઈ પણ જાતના ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવી જોઈએ નહીં.

મતલબ કે ટ્રાવેલ, લાઈફ સ્ટાઈલ અને ફેશન મેગેઝિન આઈપીએલના સમાચાર પૂરા પાડવામાંથી બહાર થઈ ગયા છે.

  share

 .

Reader's Feedback
GDV
Wednesday, 10th Feb 2010, 0:11

Why you people run behind IPL. Just forget it for once and they will come behind you. Don't you have more power then they do !!!!!
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: