Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 11:02 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarફેસબૂક એકાઉન્ટ હેક કરી સેક્સ ક્લિપ લાઈવ કરી

Agency, Singapore

પાર્ટ ટાઈમ સુરિયા અભિનેત્રી રોસિટા હુસેનનુ કહેવું છે કે કોઈએ તેનું એકાઉન્ટ હેક કરીને તેમાંથી સેક્સ વીડિયો અપડેટ કર્યા છે. રોસિટાનું એકાઉન્ટ ફેસબૂકમાં છે. જે તેણે ત્રણ અઠવાડિયાથી ઓપન કર્યુ નથી.



સમાચાર એવા છે કે રોસિટાનું એકાઉન્ટ ફેસબુક નામની સોશિયલ વેબસાઈટમાં છે. જેમાં ચાર મિનિટની એક સિંગાપોરની યુવતિને સેક્સ ક્લિપ ઓનલાઈન કરવામાં આવી છે. વિડિયોમાં એ યુવતિને ફોકસ કરવામાં આવી છે. અને તેની સેક્સ એક્ટને હાઈલાઈટ કરવામાં આવી છે.



જ્યારે આ અંગે ન્યુઝ પેપરમાં છપાયું ત્યારે રોસિટાની નણંદે તેને આ અંગે વાત કરી અને પોતાનું એકાઉન્ટ ચેક કરવા જણાવ્યુ હતું. જ્યારે રોસિટાએ પોતાનું એકાઉન્ટ ચેક કર્યું ત્યારે તે અવાચક રહી ગઈ હતી. તેના એકાઉન્ટમાંથી એક સેક્સ ટેપ ઓનલાઈન કરવામાં આવી હતી.



તેણે આ અંગે જણાવ્યું હતું કે, તેણે જ્યારથી તે પ્રેગ્ટેન્ટ થઈ છે ત્યારથી એટલે કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી પોતાનું ફેસબૂકનું એકાઉન્ટ ચેક કર્યું નથી. તેણે જ્યારે લોગ ઓન કર્યું ત્યારે તેને માલુમ પડ્યું કે કોઈએ તેનું આ એકાઉન્ટ હેક કર્યું છે. અને તેમાંથી આ પ્રકારની અશ્લિલ સામગ્રી અપલોડ કરી છે.



ઉલ્લેખનીય છે કે, રોસિટાના એકાઉન્ટમાં 1000 કરતા પણ વધારે મિત્રો છે. જેમાં મીડિયા પરસન, સેલિબ્રિટીઓ સહિતના અન્ય ઘણા બધા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: