હાર માટે ‘ઉતાવળી’ બનેલી ટીમ ઈન્ડિયા
નાગપુર ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ પાસેથી નંબર-1નો તાજ છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સદી ફટકારી ભારતને મુશ્કેલીમાંથી ઉગારવા સંઘર્ષ કર્યો હતો. પરંતુ સદી ફટકારીને સચિન તરત જ આઉટ થઈ જતા ભારતની હાર નક્કી થઈ ગઈ છે. હાલમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા છે.
બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોનો ધબડકો ચાલુ છે અને ભારતે તેની 7 વિકેટો ગુમાવી દીધી છે. હવે ભારત આજે હારશે કે કાલે બસ તેની જ રાહ જોવાઈ રહી છે.
સચિન તેંડુલકરે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ સદી ફટકારતા ટેસ્ટમાં તેની 46મી સદી પૂરી કરી હતી. સચિને 13 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.
આ પહેલા ભારત માટે ચોથો દિવસ પણ ખરાબ રહ્યો હતો. બીજા દાવની શરૂઆતમાં આજે મુરલી વિજયના રૂપમાં ભારતની પ્રથમ વિકેટ પડી હતી. વિજય 32 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બદ્રીનાથ આઉટ થતા ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. બદ્રીનાથે 6 રનનું યોગદાન આપ્યું હતું.
-- વાંચો :- * સેહવાગે અઝહરના રેકોર્ડની બરાબરી કરી
* ઓસી. ખેલાડીઓને IPLમાં રમવા દેવા BCCIની ઠાકરેને વિનંતી
આ પહેલા ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાના ૫૫૮ રનના વિશાળ સ્કોર સામે ભારતનો ધબડકો થયો હતો અને ફોલોઓન બાદ પણ તેની સ્થિતિમાં સુધીરો થયો ન હતો પરંતુ તે વધારે વણસી હતી, કેમ કે ત્રીજા દિવસની રમતને અંતે ભારતે ૬૬ રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. દિવસાન્તે મુરલી વિજય ૨૭ અને સચિન તેંડુલકર ૧૫ રન સાથે રમતમાં હતા.
સેહવાગે ૧૩૯ બોલ રમીને ૧૫ બાઉન્ડ્રી સાથે ૧૦૯ રન ફટકાર્યા હતા તો બદ્રીનાથે કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારવાની સાથે ૧૩૯ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા. ડેલ સ્ટેઇને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને ૧૩મી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ નોંધાવી હતી. ડેલ સ્ટેઈનની ઘાતક બોલિંગને કારણે ભારત માત્ર ૨૩૩ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું અને તેને ફોલોઓન થવાની ફરજ પડી હતી.












