Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 3:43 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તૈનાત

Bhaskar News, Junagadh

જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળાનો વિધિવત્ત રીતે પ્રારંભ થયો છે. મેળા દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તથા પોલીસની કમાન્ડો ફોર્સ સુરક્ષા માટેતૈનાત કરવામાં આવી છે.
તેમજ ૪૬ સ્થળોએ પોલીસ રાવટી પર ફરિયાદ બુકની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જેમાં પોલીસ વિભાગને લગતી કોઇપણ મૂશ્કેલી બાબતે રાવટી પર ફરિયાદ આપવામાં આવ્યેથી ત્વરિત પગલા લેવામાં આવશે.



ભવનાથમાં ગઇકાલથી વિધિવત રીતે મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થઇ ગયો છે.મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં લાખો યાત્રિકો એકત્ર થાય છે. જાહેર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપનને ઘ્યાને લઇ જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા આઠ ડીવાયએસપી, ૧૮ પીઆઇ, ૮૫ પીએસઆઇ, ૯૭૬ પોલીસકર્મી ૮૦ મહિલા પોલીસ, ૧૩૪ ટ્રાફિક, ૫૦૦ હોમગાર્ડ, ૬૫૦ જી.આર.ડી. તથા બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



આ ઉપરાંત યાત્રિકોની સુરક્ષા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એન્ટી સબોટેઝ ચેકિંગ ટીમ, સ્નીફર ડોગ, તેમજ પોલસની કમાન્ડો ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. રાજય તથા અન્ય બહારનાં રાજયમાંથી આવતાં શ્રઘ્ધાળુઓની સુરક્ષાની સાથે સેવા પણ થઇ શકે તે માટે ૪૬ સ્થળોએ પોલીસ રાવટી ઉભી કરાઈ છે.



જેમાં ફરિયાદ બુકની સુવિધા ઉપલબ્ધ છે. પોલીસ વિભાગને લગતી કોઇપણ મુશ્કેલી બાબતે રાવટી પર ફરિયાદ આવ્યેથી તાકિદે કાર્યવાહી થશે. આ ઉપરાંત રાવટી પરથી દવા, ફર્સ્ટ એઇડની સહાય વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.



પોલીસ વિભાગ સિવાય અન્ય સરકારી વિભાગને લગતી કોઇપણ પ્રકારની અગવડતા ઉભી થાય તોતે અંગે પણ રાવટી પર જાણ કરવાથી સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરાશે.બાળકો વિખુટા પડી જાય તેવા સંજોગોમાં નજીકથી રાવટી પર સંપકઉ કરવાથી તે અંગેની તાકિદે કાર્યવાહી થશે.



મેળામાં પધારતાં ભાવિકો આ સેવાનો લાભ લે અને પોલીસને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે એવી જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે. પોલીસ દ્વારા મેળાની શરૂઆત સાથે જ સજડ સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા ચેકીંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘોડે સવાર પોલીસ પણ મુકાઈ છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: