Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 4:34 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarહત્યા અને બળાત્કારના બે ચકચારી કેસ સાબિત ન થયા

Bhaskar News, Jamnagar

જામનગર જિલ્લામાં હત્યા અને બળાત્કારનાં બે જુદા-જુદા કેસોમાં અદાલતે એક કોર્પોરેટર સહિત કુલ નવ શખ્સોનો છુટકારો ફરમાવ્યો છે. જામનગરમાં અકબરશા ચોકમાં રહેતા મહમદ ઇરફાન સતારભાઇ નામના ૨૨ વર્ષના યુવાનની રૂ.સાડા સાત હજારની ઉઘરાણીના મુદે કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી.

આ અંગે પોલીસે શહેરના કોર્પોરેટર અસલમ ખીલજી, નઝીર પટેલ, અસફાક ખીલજી, શકીલ અને શબીર નામના શખ્સોની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં અદાલતે પુરાવાઓનાં અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

જયારે ૨૦૦૮માં લાલપુરની લોહાણા સગીરા પર બળાત્કાર ગુજારી તેની વિડિયો ક્લીપ બનાવવાના કેસમાં પોલીસે લાલપુરમાં કપિલ રૂપારેલ, મુકેશ સોમાત, દિનેશ આહીર અને શિક્ષક એવા લલીત મેસવાણીયા નામનાં શખ્સોની ભોગ બનનારની માતા વીણાબેનની ફરિયાદનાં આધારે ધરપકડ કરી હતી.

આ કેસ પણ અદાલતમાં સાબીત નહીં થઇ શકતા ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને નિદોર્ષ જાહેર કરવામાં આવ્યા હતાં.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: