Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 3:30 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપાટણમાં મોંઘવારીનાં છાજિયાં

Bhaskar News, Patan

પાટણમાં મોંઘવારીએ માઝા મૂકતાં સોમવારે સાંજે બગવાડા ચોકમાં ભાજપના કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં પૂતળા દહન કરી કેન્દ્ર સરકારની નીતિરીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.શહેરના બગવાડા ચોકમાં ભાજપના કાર્યકરો મોંઘવારી હાય હાયના સૂત્રો પોકારતાં ચોકમાં ફર્યા હતા. બાદમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ નિવડી હોવાના સૂત્રો પોકાર્યા હતા.



બગવાડા ચોકમાં પ્રદેશ ભાજપમંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઇ રાજગોર, નગરપાલિકાના પ્રમુખ, હેમંતભાઇ તન્ના, કિશોર મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પટેલ, મહામંત્રી પ્રમોદ પ્રજાપતિ, મહેશભાઇ પટેલ, સતિષભાઇ ઠક્કર, ડો.જે.કે.પટેલ, મનસુખભાઇ પટેલ, મનોજભાઇ ઝવેરી, દેવજીભાઇ પરમાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો, મહિલા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બગવાડા ચોકમાં ભાજપના કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં છાજિયા પ્રદર્શન કર્યું હતું અને કેન્દ્ર સરકાર, શરદ પવાર વિરુદ્ધ સૂત્રો પોકારી પૂતળા દહન કર્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: