અરે આતો ઝરીન ખાન...!
સલમાન ખાનની વીર ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ઝરીન ખાનને આજકાલ મીડિયા ભાવ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આથી જ અભિનેત્રી જ્યાં પણ જાય છે ત્યાં પાપારાઝી પાપારાઝીઓ તેની પાછળ પહોંચી જાય છે.
જો કે સલ્લુની ફિલ્મતો બોલિવૂડમાં ધાર્યા જેટલી સફળ ન રહી પરંતુ ફિલ્મની અભિનેત્રી હીટ રહી. ઝરીનને સલમાનની ગર્લફ્રેન્ડ કેટરિના કૈફની હમશકલ માનવામાં આવે છે. જો કે ખુદ ઝરીન અને સલ્લુ એવું કહી ચુક્યા છે કે બંનેમાં કોઈ જ સમાનતા નથી. તો પણ મીડિયા દ્વારા ઉભો કરવામાં ઉભી કરવામાં આવેલી છાપને કારણે અભિનેત્રી ચર્ચામાં રહી અને તેના જ કારણ ઝરીનને આજકાલ નાનામોટા ઉદ્ઘાટન સમારંભોમાં હાજરી આપવાની ઓફરો આવવા લાગી છે.
હાલમાં જ અભિનેત્રીએ મુંબઈ ખાતે એક ટેનિસ એકેડેમિની મુલાકાત લીધી હતી. આ સમયે કોઈ તે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રસ્તૃત છે ઝરીનની એક ઝલક...


















