ઢોર ચરાવવા ગયેલી અસ્થિર મગજની યુવતી સાથે ખેંચતાણ
ગોધરામાં બચાવવા આવેલી યુવતીની માતાને પાઇપ ઝીંકીઃ યુવકના ઇરાદા પાછળ રહસ્ય
ગોધરા હાલોલ રોડ પર આવેલી કોઠી સ્ટીલની પાછળની પડતર જમીનમાં ઢોંરો ચરાવવા ગયેલી અસ્થિર મગજની યુવતીનો યુવાને હાથ પકડી ખેંચતાણ શરુ કરી હતી. જેથી યુવતીની માતા બનાવ સ્થળે દોડી આવી છોડાવવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા યુવાનને પાઇપ મારી ઇજા પહોંચાડી હતી.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા હાલોલ રોડ પર આવેલી કોઠી સ્ટીલની પાછળની પડતર જમીનમાં ગત તા.૭ ફેબ્રુઆરીના રોજ અસ્થિર મગજની યુવતી ઢોંરો ચરાવવા ગઇ હતી. આ દરમિયાન તેણીની એકલતાનો લાભ લઇ ઐયુબ અ. સત્તાર હયાત ઉર્ફે ભૂરીયાએ હાથ પકડી ખેંચતાણ શરુ કરી હતી.
આ બનાવની જાણ થતા યુવતીની માતાએ દોડી આવી પોતાની પુત્રી સાથે ખેંચતાણ કરી રહેલા યુવાનના ચુંગલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા યુવાનને તેની માતાને પાઇપ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવાન સ્થળ પરથી નાસી ગયો હતો. બનાવ સંદર્ભે શહેર બી ડીવીઝન પોલીસ મથકે યુવતીની માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને શોધખોળ આરંભી છે.












