Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 4:00 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarલાંચિયા તબીબની માત્ર બદલી કરી કાર્યવાહીની ખાનાપૂર્તિ

Bhaskar News, Dahod

દૂધિયાના તબીબ ૭ હજારની લાંચ લેતાં ઝડપાયા હતા. સસ્પેન્ડ કરવાને બદલે લીમખેડા તાલુકામાં બદલી ગાંધીનગરથી એક્શન સી.ડી.એચ.ઓ રાઠોડબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ તેમને ટેમ્પરરી ડેપ્યુટેશન ઉપર મુક્યાં છે. આ તબીબ વિરૂદ્ધની જીલ્લા કક્ષાએ કરવાની કાર્યવાહી કરી વડી કચેરીએ મોકલી આપી છે અને ગાંધીનગરથી જ આ સંદર્ભે એક્શન લેવાશેનું જણાવ્યું હતું.

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા આરોગ્ય કેન્દ્રના તબીબ અને ઇન. બી.એચ.ઓ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. આ લાંચીયા અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર બદલી કરવામાં આવતાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે. દેવગઢ બારિયા તાલુકાના દુધિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ડો.શિવેન્દ્ર તિવારી ફરજ બજાવતા હતા. આ તબીબને દેવગઢ બારિયા તાલુકા તબીબી અધિકારીનો વધારાનો હવાલો પણ સુપરત કરવામાં આવ્યો હતો.

આ ફરજ દરમિયાન આ તબીબી અધિકારી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાબા ચિઠ્ઠી આપવાના બદલામાં ૭ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે તે સમયે આ તબીબ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી ફરજ મોકૂફ કરવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી હતી.

બીજી તરફ આ લાંચના ગુનામાં સંડોવાયેલા આ તબીબ સામે કડક કાર્યવાહીના બદલે તેમની લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બદલી કરી માત્ર ખાનાપૂર્તિ કરવામાં આવતા ઘણી ચર્ચાઓએ વેગ પકડયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ તબીબે લાંચના ગુનામાં સંડોવાયા બાદ પણ ફરજમાં બેદરકારી દાખવી હતી. જેમાં શાળા આરોગ્ય તપાસણીમાં કાર્યક્રમમાં બાળકોની તપાસ ન કરતાં આરોગ્ય અધિકારીએ ક્રોસ ચેકીંગ પણ કર્યુ હતું.



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: