Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 3:38 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarગુમ એટીએમ કાર્ડથી ૨૮ હજાર ઉપાડી લીધાં

Bhaskar News, Godhara

કાર્ડના કવર ઉપર પાસવર્ડ હોવાથી રકમ ઉપાડાઇ, કાર્ડના કવર પર જ પિન નંબર લખેલો હતો

ગોધરા પાવર હાઉસ વિસ્તારમાં રહેતા વેપારીનું બેંકનું એટીએમ કાર્ડ ખોવાઇ જતા તે કોઈ ભેજાબાજને મળી ગયો હતો. દૂર્ભાગ્યવશ કાર્ડના કવર ઉપર જ પીન નંબર લખેલો હોવાને કારણે ભેજાબાજ ફાવ્યો હતો. ગોધરા પાવર હાઉસ વિસ્તારમાં રહેતા વેપારીનું બેંકનું એટીએમ કાર્ડ ખોવાઇ જતા તેઓનાં કાર્ડમાંથી ૨૮ હજાર ભેજાબાજે ઉપાડી લીધા હોવાની ફરિયાદ તેઓએ શહેર એ ડિવીઝન પોલીસ મથકે નોંધાઇ છે. બનાવ સંદર્ભે શહેર પોલીસે જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં રહેતા જયેશભાઇ ભાનુભાઇ મિસ્ત્રીએ ધંધાના કામકાજ અર્થે અને નાણાંકીય લેવડ દેવડમાં સરળતા રહે તે માટે એચડીએફસી બેંકનું એટીએમ કાર્ડ કઢાવ્યુ હતુ. આ દરમિયાન ગત તા.૬ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે પહોંચતા એટીએમ કાર્ડ ખોવાઇ ગયુ હોવાની જાણ થઇ હતી. જેથી તેઓએ પોતાના ધંધાના સ્થળે, ઘરે તેમજ રસ્તામાં તપાસ કરી હતી. પરંતુ કાર્ડ નહીં મળતા કાર્ડ ગુમ થયુ હોવાનું જણાયુ હતુ.

જોકે તેઓએ કાર્ડના કવર ઉપર પાસવર્ડ લખ્યો હોવાથી ભેજાબાજે ૨૮ હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધા હોવાની તેઓને પોતાનાં મોબાઇલમાં આવતા મેસેજ ઉપરથી જાણ થઇ હતી. આ અંગે જયેશભાઇ મિસ્ત્રીએ શહેર એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી શહેર પોલીસે જાણવા જોગ નોંધી તપાસનો દોર લંબાવ્યો છે.

નોંધનિય છેકે, ગોધરાનાં જયેશભાઇ મિસ્ત્રીએ પોતાનાં એટીએમના કવરની પાછળ ગુપ્ત પાસવર્ડ લખ્યો હોવાથી ભેજાબાજે રૂ.૨૮ હજાર ઉપાડી લીધા હતા. જોકે તેઓને રવિવારે રૂ.૫૦૦૦,૧૦૦૦૦ તથા ૧૩૦૦૦ જેવી રકમ ઉપાડાઇ હોવાનો મોબાઇલ ફોન ઉપર મેસેજ આવ્યો હતો. જેથી તેઓને જાણ થઇ કે તેઓના ખાતામાંથી કોઇ શખ્સ રૂપિયા ઉપાડી રહ્યો છે. જેનાં આધારે તાત્કાલિક બેંકની હેલ્પ લાઇનમાં વાત કરી ખાતાનો વ્યવહાર બંધ કરાવી દીધો હતો.



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: