Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 2:42 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઓસ્ટ્રેલિયામાં જૈન દેરાસર સ્થપાશે : વરઘોડો નીકળશે

Dr. Pranav Dave, Ahmedabad

એક બાજુ અમેરિકામાં ભારતીયો પર હુમલા થઇ રહ્યા છે તેવી પરિસ્થિતિમાં પણ તા.૧૭મી ફેબ્રુઆરીએ જૈન દેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સિડની-ઓસ્ટ્રેલિયા ખાતે થશે. આ પ્રતિષ્ઠા મહોત્સવ મુનિ જિનચંદ્રજી મહારાજની નિશ્રામાં થશે.

મુનિ જિનચંદ્રજી મહારાજ (બંધુ ત્રિપુટી)એ જણાવ્યું કે જૈન ધર્મના સંસ્કારો લુપ્ત ન થાય અને પર્યુષણ પર્વાદિ આરાધના નિયમિત થાય તે માટે આ જૈન દેરાસરની સ્થાપના થઇ રહી છે. વિતરાગ જૈન શ્વેતામ્બર સંઘ-સિડની-ઓસ્ટ્રેલિયા દ્વારા આ મહોત્સવ થશે.

અહીંના દેરાસરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજિત થશે. મહાવીર સ્વામી, આદિશ્વર ભગવાનનો સમાવેશ થાય છે. સાથે માણિભદ્ર વીર દાદાની દેરી તથા પદ્માવતી માતા અને સરસ્વતી માતાજીની દેરી પણ થશે. તેની પણ પ્રાણપ્રતિષ્ઠા કરાશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: