Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 2:43 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઇજનેર ખાતાનાં કામોમાં ભ્રષ્ટાચાર

Shakil Pathan, Ahmedabad

કમિશનરે ઇજનેરખાતાના અધિકારીઓને ખખડાવ્યા

કમિશનરે એડિશનલ સિટી ઇજનેર તથા અન્ય એક ઇજનેરને ઘર ભેગા કરવા લેખિત આદેશ કર્યો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ઇજનેર ખાતા દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ કામો અંગેના મૂળ અંદાજ કરતાં ખર્ચ વધુ કરવામાં આવે છે. આ અંગે કમિટીઓની બેઠકમાં પસ્તાળ પડતી હોય છે. અધિકારીઓ કોન્ટ્રાકટરના ઇશારે ભાવવધારાના નામે કે વધારાનાં કામો દર્શાવી કરોડો રૂપિયાનું મ્યુનિ.ને નુકસાન પહોંચાડતા હોવાથી મ્યુનિ. કમિશનરે તમામ અધિકારીઓને તાકીદ કરી આ ધંધા બંધ કરવા આદેશ કર્યો છે. તેમજ રાયપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના મુદ્દે એડિશન સિટી ઇજનેર તથા અન્ય એક ઇજનેર સામે પગલાં ભરવા આદેશ કર્યોછે.

ઇજનેર ખાતું મલાઇખાવામાં પ્રખ્યાત છે. મોટા પ્રોજેક્ટમાં આ ખાતાને વધુ રસ હોવાથી નાનાં કામો સમયસર થતાં નથી એવી ફરિયાદો કોર્પોરેટરો કે ધારાસભ્યો અવારનવાર કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી મ્યુનિ. ઇજનેર ખાતામાં એક પ્રથા પડી ગઇ હોય તેમ મોટા ભાગનાં તમામ કામોમાં મૂળ ટેન્ડર કે અંદાજની રકમ કરતાં વધુ રકમનો ખર્ચ કરવાની મંજૂરી માગતી દરખાસ્તો વિવિધ કમિટીઓમાં આવતી હોય છે.

ઉપરોક્ત બાબતોના અનુસંધાનોમાં વિપક્ષ કોંગ્રેસે રિવાઇઝ અંદાજોમાં વિરોધ કરવાની નીતિ બનાવી હોવાથી વહીવટી તંત્ર અકળાયું છે. કમિટીમાં કેટલાંક કામો એવા હોય છે કે એક જ કોન્ટ્રાકટરને સોંપાયેલ કામનાં એક જ વોર્ડમાં જુદા જુદા ભાવવધારા ચૂકવાય છે. આ ફરિયાદોથી અકળાયેલા મ્યુનિ. કમિશનરે ગત તા. ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ઇજનેર ખાતાની એક બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં ઇજનેર ખાતાના અધિકારીઓનો મ્યુનિ. કમિશનર આઇ.પી. ગૌતમે ઉધડો લઇ રિવાઇઝ અંદાજો મૂકવાનો ધંધો બંધ કરવા આદેશ કર્યોહતો. તેમજ રાયપુરમાં રૂ. ૧૨ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના ખર્ચ સંબંધે અધિકારીઓને ઝાટક્યા હતા.

ઉપરાંત રૂ. ૩૫ લાખના વધારાના ખર્ચની ફાઇલનો ઉલ્લેખ કરતાં કમિશનરે જણાવ્યું હતું કે આ ફાઇલમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે એડિશનલ સિટી ઇજનેર તથા અન્ય એક ઇજનેરને આ ખર્ચના મુદ્દે ઘરભેગા કરો, કેમ હજુ સુધી પગલાં ભરાયાં નથી. મારા રિમાર્કસ વાળી તમામ ફાઇલ ૬ દિવસમાં રજૂ કરવા ડે.મ્યુનિ. કમિશનરને આદેશ કર્યો હતો. એડિશનલ સિટી ઇજનેર સામે શા માટે પગલાં ભરાયાં નથી એનો જવાબ પણ માગ્યો હતો.

મૂળ અંદાજ કરતાં વધુ ખર્ચે થતાં કામો

મ્યુનિ. કોર્પોરેશનમાં ઇજનેરખાતા દ્વારા જે કામોમાં મલાઇ ખવાઇ રહી છે તેના રોડ રિસરફેસ, વોટર, ડ્રેનેજલાઇન, પાણીની ટાંકી, ફૂટપાથ, વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, પાઇપની ખરીદી, બી.આર.ટી.એસ., વગેરેનાં કામોમાં આખી એક રિંગ મ્યુનિ.માં બની છે અને સરખે હપતે નાણાં ચૂકવાય છે.

ટેન્ડરોમાં અધિકારીઓ રિંગ બનાવે છે

મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રોજેકટના તથા ઝોન કક્ષાના કામોમાં અધિકારીઓ ટેન્ડર ઉચું ભરાય તે માટે રિંગ બનાવતા હોવાનું મ્યુનિમાં ઘણાં વર્ષોથી ચર્ચા રહ્યું છે. ઓછી કિંમતના ટેન્ડર ભરનારને હેરાન કરવામાં આવે છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: