જૂની કોઠી બિલ્ડિંગનું અઢી કરોડના ખર્ચે નવીનીકરણ
ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડોદરા કલેક્ટરાલય સ્થિત જૂની કોઠી બિલ્ડિંગનું હેરિટેજ ઇમારત તરીકે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે.
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવેલી સરકારી ઐતિહાસિક ઇમારતોને નવો ઓપ અપાશે તેમ ટાંકી શહેરી વિકાસ મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં ૧૩૦ વર્ષ પુરાણી જૂની કોઠી બિલ્ડિંગની પુરાતન ભવ્યતા પુર્ન: સ્થાપિત થાય તેવું નવીનીકરણ કરાશે. રૂ.અઢી કરોડના ખર્ચે કરવામાં આવનાર નવીનીકરણ કામીગીરીનો પ્રારંભ થઇ ચૂકયો છે. જેનું કાર્ય પૂરું થતાં ઐતિહાસિક ઇમારત નવા રંગરૂપમાં જોવા મળશે.
કલેક્ટર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, જૂની કોઠી બિલ્ડિંગની સદી જૂની તસવીરોના આધારે નવીનકરણ કરી જૂની બિલ્ડિંગની મૂળ ભવ્યતા જળવાય તે રીતે જ હાથ ધરી ૧૩૦ વર્ષ પહેલાં હતી તેવી જ બનાવાશે.










