ઇન્ટર મ્યુનિ.કોર્પો. ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ વીએમસી કમિશનર ટીમનો વિજય થયો
મોરબાગ ક્રિકેટ મેદાન પર આજથી ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રારંભિક મેચમાં વડોદરા મહાનગર સેવાસદનની કમિશનર ઇલેવનનો જુનાગઢની કમિશનર ઇલેવન ટીમ સામે પ૩ રને વિજય થયો હતો.
ડેપ્યુટી મેયર શ્રીમતિ પુનમબેન પંચાલના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ મહાનગરના મેયર કાનાજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ડે. મ્યુનિ. કમિશનર સી.એમ. મકવાણા, સાંસ્કતિક સમિતિના અઘ્યક્ષા શ્રીમતી સીમાબેન મોહિલે, જયવંત લેલે, પીએન્ડટીના ડાયરેક્ટર સાવલેશ્વરકર અને મહાનગર સેવાસદનના સભાસદો હાજર રહ્યા હતા.
પ્રથમ મેચમાં વડોદરા કમિશનર ઇલેવન ટીમે ૧૨૩ રન નોંધાવ્યા હતા. જવાબમાં જુનાગઢ કમિશનની ટીમ ૧૬ ઓવરોમાં ૬૭ રને ઓલઆઉટ થઇ જતાં વડોદરા કમિશનર ઇલેવન ટીમનો પ૩ રનથી ભવ્ય વિજય થયો હતો. વડોદરા તરફથી શશાંકે ૧૯, કીશોરે ૨પ રન મનોજ પટેલે ૧૯ રન, નરસિંહ પરમારે ૧૪ રન કર્યા હતા.










