Tuesday, Feb 9th, 2010, 2:14 am [IST]
ફેશન કા હૈ જલવા
Bhaskar News, Surat
શહેરના ગૌરવપથ પર આવેલા ઈસ્કોન મોલ ખાતે સોમવારે સાંજે માય એફ.એમ.ની રેડિયો પાર્ટનરશિપમાં એક સુંદર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં શહેરની ફેશન ડિઝાઈનિંગ સાથે સંકળાયેલી કોલેજોનાં મોડલોએ સમર કલેકશન, ટ્રેડિશનલ પેટન્ટ તથા બ્રાઈડલ-ગ્રુમ કલેકશન પહેરી કેટવૉક કર્યું હતું. આ ફેશન શોમાં મોડલોનાં ડ્રેસિંગે ખાસ્સી વાહ-વાહી લૂંટી હતી.















