ઓરવાડા-તોયણીમાંથી ૧.૭૧ લાખનો દારૂ જપ્ત
ગોધરા તાલુકાનાં ઓરવાડા ગામે તળાવની ઝાડીઝાંખરામાં તેમજ દેવગઢ બારીયાના તોયણીમાં કડબમાં સંતાડેલો ૧.૭૧ લાખનો દારૂ જડપાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાનાં સેગવા ગામે રહેતા જશવંતભાઇ બારીયાએ પોલીસને જોઈને ઓરવાડાના તળાવની ઝાડી-ઝાંખરામાં ૩૯ પેટી કવાટરિયા ઝડપી ૯૩ હજારનો સંતાડી દીધો હતો. પોલીસે આ માલ કબજે લીધો છે.
૮ ફેબ્રુઆરીને સોમવારના રોજ બારિયા તાલુકાના તોયણીમાં પોલીસે નટુ માધુ ગમારના ઘરે દરોડો પાડી તેને ઝડપી પાડયો હતો. સવારના સવાનવ વાગ્યાના અરસામાં હાથ ધરાયેલી આ તપાસમાં નટુ માધુ ગમારની પૂછપરછને આધારે પૂના પટેલના ખેતરમાં કડબના પૂળા નીચે સંતાડી રાખેલો ૨૯ પેટી વિદેશી દારૂ અને ૬ પેટી બીયર મળી ૭૮ હજાર રૂપિયાનો જથ્થો અને મોબાઇલ મળી ૭૯૫૩૦ રૂ.નો મુદ્દામાલ ઝડપાઇ ગયો હતો. આ વિદેશી દારૂ નટુએ એક દિવસ અગાઉ ઝાલોદના મઘાનીસરના બૂટલેગર શંકર ડામોરે આપ્યો હોવાની કબૂલાત કરતાં કાર્યવાહી હાથ ધરાઈ છે.











