Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 1:50 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskar૩૦ દિવસમાં પેમેન્ટ ન આપનાર વીવર્સને યાર્ન નહીં મળે

Bhaskar News, Surat

- ટેક્સટાઇલ ઉધોગ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે. - વીવર્સ પાસેથી ૩૦ દિવસમાં યાર્નનું પેમેન્ટ વસૂલવા ટેક્સ્રયુરાઇઝર્સ એસો.નો નિર્ણય



આર્થિક સંકડામણનો સામનો કરી રહેલો ટેકસટાઇલ ઉધોગ વ્યવહારના કડક નિયમો બનાવવાની દિશામાં આગળ વઘ્યું છે. સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટેકસરયુરાઇઝર્સ વેલ્ફર એસોસિયેશને ત્રીસ દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવનાર વીવર્સને યાર્નની ડિલીવરી નહીં આપવાનો આકરો નિર્ણય લીધો છે. એટલે વીવર્સે હવે યાર્ન લીધા બાદ ત્રીસ દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવું પડશે.



સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટેકસ્રયુરાઇઝર્સ વેલ્ફેર એસોસિયેશનના સેક્રેટરી ભાવિન શાહના જણાવ્યા પ્રમાણે ટેકસ્રયુરાઇઝર્સની એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા પ્રમાણે હવેથી વીવર્સ દ્વારા ખરીદવામાં આવતા યાર્નનું પેમેન્ટ મહત્તમ ૩૦ દિવસમાં કરવાનું રહેશે. જે વીવર્સ દ્વારા આ નિયત સમય મર્યાદામાં પેમેન્ટ આપવામાં આવશે નહીં તેમને ત્યાર બાદની યાર્ન ખરીદીની ડિલિવરી આપવામાં આવશે નહીં, એવું પણ નક્કી કરવામાં આવ્યું છે.



ટેકસ્રયુરાઇઝર્સ સંગઠન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની જાણ તમામ વીવર્સ તેમજ યાર્નદલાલોને કરી દેવામાં આવી છે. આ નિર્ણયનો અમલ તા. ૪થી ફેબ્રુઆરીથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટેકસ્રયુરાઇઝર્સ દ્વારા હાલમાં પણ વીવર્સ પાસેથી રપ દિવસથી વધારે લેઇટ પેમેન્ટ થાય તો ૧.પ ટકા પ્રમાણે વ્યાજ વસૂલવામાં આવે છે. હવે ટેકસ્રયુરાઇઝર્સ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે આવનારા દિવસોમાં વીવર્સની મુસીબતમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.



રમજાનથી માંડીને પોંગલ સુધીની સિઝનો સુપર ફ્લોપ



રમજાન ઈદથી માંડીને પોંગલ સુધીની ખરીદીની તમામ સિઝનો લગભગ સુપર ફ્લોપ જવાને કારણે ટેકસટાઇલ ટ્રેડર્સની હાલત કફોડી થઈ ગઈ છે. ટ્રેડર્સ પાસે ફિનિશ્ડ ફેબ્રિકસનો મોટો સ્ટોક જમા પડેલો છે અને તેના કારણે તેમના દ્વારા ગ્રે કાપડની ખરીદી પર બ્રેક મારવામાં આવી છે.



વીવર્સ પાસે ગ્રે કાપડનો મોટો સ્ટોક છે અને તેઓ દ્વારા યાર્નની ખરીદી પર અંકુશ મૂકવામાં આવ્યો છે. ડાઇંગ અને પ્રોસેસ હાઉસના સંચાલકો પાસે પણ કામકાજ પાંખા છે. ફિનિશ્ડ ફેબ્રિકસમાં ખરીદીનો અભાવ હોવાથી ટ્રેડર્સથી માંડીને વીવર્સ સુધીના તમામ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં છે અને સમગ્ર ઉધોગમાં પણ ભયંકર નાણા ભીડ પ્રવર્તે છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: