Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 1:36 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશહેરના વાતાવરણમાં પલટો આવતાં બે ઋતુનો અનુભવ

Bhaskar News, Surat

સવારે ઠંડું રહેલું વાતાવરણ બપોરે એકાએક ગરમ થઇ ગયું, જ્યારે સાંજે ફરી ઠંડા પવન સાથે વાતાવરણમાં



સોમવારે શહેરના વાતાવરણમાં અચામક પલ્ટો આવ્યો હતો. સવારે વાદળછાયા વાતાવરણ સાથે ઠંડકનો માહોલ હતો, જે બપોર થતાં ગરમીમાં ફેરવાઇ ગયો હતો. જોકે, સાંજે ફરી એકવખત ઠંડો પવન નીકળતાં વાતાવરણ ઠંડું થઇ ગયું હતું. સોમવારે શહેરનું દિવસનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટીને૩૧.૧ ડિગ્રી પર પહોંચી ગયું હતું જયારે રાત્રિના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો હતો.



હવામાન ખાતાનાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે રવિવારે દિવસનું તાપમાન આ શિયાળાનો સૌથી ગરમ દિવસ સાબિત થઇ ૩૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે રાત્રિનું તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે શહેરના તાપમાનમાં અચાનક ફેરફાર થયો હતો અને દિવસનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૩૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



બીજી બાજુ રાત્રિનું તાપમાન એક ડિગ્રી વધીને ૨૦.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. તાપમાનની સાથે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં ફેરફાર થયો હતો. સોમવારે ભેજનું પ્રમાણ વધીને ૫૪ ટકા થયું હતું જ્યારે પ્રેશર ૧૦૧૦.૯ મિલિબાર નોંધાયું હતું. તાપમાન અને ભેજની સાથે સોમવારે પવન પિશ્ચમ દિશામાંથી ૩ કિમીની ઝડપે ફૂંકાયો હતો.



અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી શહેરના તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો હતો, જેમાં સોમવારે ફેરફાર થયો હતો. પરંતુ વિચિત્ર પ્રકારના ફેરફારને કારણે લોકોને એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ થયો હતો. જ્યાં સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય ઠંડી હતી ત્યાં બપોરના સમયે આકરી ગરમી પ્રસરી ગઇ હતી.



જોકે, સાંજ પડતાં ફરી વાદળ છવાઇ ગયાં હતાં અને ઠંડો પવન ફૂંકાતાં વાતાવરણ ઠંડું થઇ ગયું હતું. વાદળ છવાયાં હોવાને કારણે વરસાદ પડે તેવી સંભાવના પણ જોવા મળી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: