Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 1:19 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarજમીનની પ્રકૃતિને આધારે બનશે ભૂકંપરોધી મકાન

Bhaskar News, Surat

આઈઆઈટી દિલ્હીના સંશોધક તેજસ ઠાકર જમીનમાંથી આવતા અવાજ અને માટીની ફ્રિકવન્સી માપીને સુરતની જમીનને જુદા જુદા ઝોનમાં વહેંચી રહ્યાં છે, જે બતાવશે કે ધરતીકંપ સામે ટકી શકે તેવું મકાન શી રીતે બનાવાય
landદેશની ખ્યાતનામ ઇજનેરી સંસ્થા આઈઆઈટી દિલ્હીથી આવેલો એક યુવાન ગુજરાતી સંશોધક આખા શહેરમાં ફરીને જમીનમાંથી આવતા અવાજોને માપીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જો ધરતીકંપ આવે તો તે જમીન પર આવેલા મકાનને શું અસર થાય અને જો નવું મકાન બનાવવું હોય તો કેવું બનાવવું જોઇએ.



‘ઉધોગો અને વેપારની દ્રષ્ટિએ લાખો કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતું સુરત શહેર અને જિલ્લો ધરતીકંપની દ્રષ્ટિએ સક્રિય એવા વિસ્તારોની નજીક આવેલા છે. નર્મદા અને તાપીની સક્રિય ફોલ્ટલાઇન્સ, ભૂજના એપિસેન્ટરથી માત્ર ૩૫૦ કિમીનું અંતર, ઉકાઇ ડેમ અને અન્ય કેટલીક બાબતો સુરતમાં ધરતીકંપનો ખતરો વધારી દે છે.



ધરતીકંપની અસર જુદા જુદા પ્રકારની જમીન ઉપર જુદી જુદી થાય છે. સુરતમાં દરિયા કિનારાની જમીન છે, નદી કિનારા જમીન છે અને તે ઉપરાંત કાળી માટીની જમીન પણ આવેલી છે ,’ તેમ તેજસ ઠાકરે જણાવ્યું હતું.



વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીનો અભ્યાસ કરી આઈઆઈટી દિલ્હીમાં સંશોધક તરીકે જોડાયેલા ઠાકર હાલ છેલ્લા ૨૦ દિવસથી શહેરનાં જુદાં જુદાં સ્થળો ઉપર સિસ્મોગ્રાફ, જીપીએસ ડિવાઇસ, સાઉન્ડ સેન્સર્સ અને સોઇલની ફ્રીકવન્સી માપતા સાધનોની મદદથી જમીન અને માટીના પ્રકાર જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.



‘આ પ્રકારનો અભ્યાસ દેશમાં પ્રથમવાર કરાઈ રહ્યો છે. આ અગાઉ દિલ્હીમાં જ કરાયો છે. અમે જમીનમાં ૩૦થી ૪૦ મીટર ઊડે જઇને પાછા આવતા ઘ્વનિ તરંગો ઉપજાવી તેમનું માપન કરીએ છીએ જેનાથી ઊડાણમાં જમીનની પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. આ ઉપરાંત માટીની ફ્રીકવન્સી પણ માપીએ છીએ.



આ બન્ને અને અન્ય કેટલાક ટેસ્ટની મદદથી આખા શહેરને જુદા જુદા ઝોનમાં વહેંચવામાં આવશે. તેની ઉપરથી એ જાણી શકાશે કે કયા વિસ્તારમાં માટી કયા પ્રકારની છે અને ત્યાં કયા પ્રકારનું બાંધકામ કરાવું જોઇએ,’ તેમ તેજસે કહ્યું હતું. આ સંશોધનમાં જણાય રહેલા કેટલાક મુદ્દા ભવિષ્યની ખતરાની ઘંટી સમાન જણાય રહે છે.



શહેરમાં ૬૦ જગ્યાએથી ડેટા એકત્ર કરાઈ રહ્યો છે



હાલ જુદી જુદી ૬૦ જગ્યાઓથી ડેટા એકઠો કરવામાં આવી રહ્યો છે. આ ડેટાનો ઉપયોગ કરીને ખાસ પ્રકારના સોફટવેરનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવશે. તેને આધારે માઇક્રોઝોનેશન અને હેઝાર્ડ એનાલિસિસ કરાશે. એકાદ વર્ષમાં ફાઇનલ રિપોર્ટ આવશે જે સુરત મહાનગરપાલિકાને પણ આપવામાં આવશે. સ્કેટના સ્ટ્રકચરલ ડિઝાઇનના અઘ્યાપક નેહલ દેસાઈ કહે છે કે આ પ્રકારે કરાયેલા માઇક્રોઝોનેશનથી બાંધકામ કરતી વખતે ચોક્કસ સંદર્ભ મળશે જેનો ફાયદો ઉઠાવી શકાશે.



શહેરને ‘સોનાટા’થી ખતરો



નર્મદા અને તાપીમાં આવેલી ધરતીકંપની ફોલ્ટલાઇન સક્રિય છે અને તેને સંયુકત રીતે સોનાટાના નામથી ઓળખવામાં આવે છે. જબલપુરનો ધરતીકંપ અને ૧૯૭૦માં ભરુચમાં આવેલા ૫.૪ની તીવ્રતાના ધરતીકંપ બતાવે છે કે સુરતને ધરતીકંપથી ખતરો છે. - તેજસ ઠાકર, સંશોધક આઈઆઈટી(દિલ્હી)

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: