એરંડામાં ઘટાડાનો દોર, ખાદ્યતેલમાં સુધારો
એરંડામાં આવકની શરૂઆત સાથે કારખાનાવાળાઓએ ખૂલતી બજારે દસ રૂપિયા નીચા ભાવ માલ વહેંચતા માર્ચ એરંડા વાયદામાં ઘટાડાનો દોરે યથાવત રહ્યો હતો. એરંડા વાયદામાં રૂ. ૩૨નો અને હાજરમાં રૂ. ૩૭.૫૦નો કડાકો બોલી ગયો હતો. જ્યારે સીંગતેલ કપાસિયા અને પામોલિનમાં સુધારાની ચાલ જોવા મળી હતી.
એરંડા વાયદામાં ઘટાડાનો દૌર યથાવત રહ્યો હતો.આજે ગુજરાતમાં ૫૦-૫૫ હજાર ગુણી આવક ભાવ રૂ. ૫૪૫-૫૫૭ અને સૌરાષ્ટ્રમાં ત્રણ હજાર ગુણી આવક ભાવ રૂ. ૫૪૫-૫૫૭ હતો. રાજકોટ માર્ચ એરંડા વાયદો રૂ. ૩૪ ઘટીને રૂ. ૨૮૧૦ અને હાજર એરંડા રૂ. ૩૭.૫૦ ઘટી રૂ. ૨૭૯૨.૫૦ના સ્તરે હતા. અમદાવાદ એરંડા ફેબ્રુઆરી વાયદો રૂ. ૪૨ ઘટી રૂ. ૨૮૨૦ અને એપ્રિલ વાયદો રૂ. ૨૪ ઘટી રૂ. ૨૮૩૦ થયા હતા.
ખાદ્યતેલમાં ટકેલો ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. સીંગતેલમાં ૧૦ ટેન્કર અને કપાસિયામાં ૩૦ ટેન્કરના કામકાજ હતા. સીંગતેલ લુઝ રૂ. ૬૭૫-૬૮૦, તેલિયા રૂ. ૧૦૫૩-૧૦૫૪, નવાટીન ૧૫ કિલો રૂ. ૧૧૫૦-૧૧૫૫, ૧૫ કિલો લેબલ ટીન રૂ. ૧૧૭૫-૧૧૮૦, અમદાવાદ તેલિયા ટીન રૂ. ૧૧૩૫-૧૧૪૦, લેબલટીન રૂ. ૧૨૧૦-૧૨૨૦ ના ભાવ હતા.
કપાસિયા વોરા રૂ. ૪૦૩-૪૦૪, કપાસિયાટીન રૂ. ૭૨૫-૭૩૫, કપાસિયા ૧૫ લિટર રૂ. ૬૭૦-૬૭૫, અમદાવાદ કપાસિયા જૂના ટીન રૂ. ૭૨૦-૭૩૦, નવાટીન રૂ. ૭૭૦-૭૮૫ અને પામોલીન રૂ. ૬૪૫-૬૭૫ ના ભાવ જોવાયા હતા.
મલેશિયા પામ ફેબ્રુઆરી વાયદો ૩૫ રિંગિટ વધી ર૫૬૦ રિંગિટ માર્ચ વાયદો ર૪ રિંગિટ વધી રપપ૪ રિંગિટ એપ્રિલ વાયદો ર૯ રિંગિટ વધી રપપ૦ રિંગિટ મે વાયદો ર૬ રિંગિટ વધી રપ૪૫ રિંગીટ જૂન વાયદો ૩૫ રિંગિટ, વધી ૨૫૪૯ રિંગિટના મથાળે હતા.
નેશનલ બોર્ડ ઓફ ટ્રેડ ખાતે સોયા ઓઇલ ફેબ્રુઆરી વાયદમાં ૫૭૫૦ મેટ્રિક ટનના કામકાજ અને વાયદો ૪૬૦ તેમજ માર્ચ વાયદામાં ૨૨૮૯૦ મેટ્રિક ટનના કામકાજ અને વાયદો ૪૬૭ના સ્તરે હતો.











