Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 12:39 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસોનું સ્થિર, ચાંદીમાં મિશ્ર ટોન

Bhaskar News, Rajkot

આજે મુંબઇ ખાતે સ્થાનિક ખરીદારો દ્વારા સોનામાં ખરીદીનો રસ જળવાઇ રહેતાં તેમજ યુરોપિયન બજારો તરફથી સારા સંકેતો મળવાને કારણે આજે સોનામાં સાધારણ વધારો નોંધાયો હતો જ્યારે ઉદ્યોગજગત તરફથી માગ નબળી પડવાને કારણે ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો, જોકે અમદાવાદ ખાતે સોનાના ભાવ સ્થિર રહેવા પામ્યા હતા.



આજે અમદાવાદ ખાતે સોનું ૯૯.૯ તેના અગાઉના બંધ ભાવ રૂ. ૧૬,૫૭૫ પ્રતિ દસ ગ્રામની સપાટીએ જ બંધ આવ્યું હતું તેવી જ રીતે સોનું ૯૯.૫ પણ તેના અગાઉના બંધ ભાવ જેટલું જ એટલે કે રૂ. ૧૬,૪૭૫ પ્રતિ દસ ગ્રામની સપાટી ઉપર બંધ આવ્યું હતું જ્યારે અમદાવાદ ખાતે ચાંદી ચોરસા તેના અગાઉના બંધ ભાવ રૂ. ૨૪,૬૦૦ પ્રતિ કિ. ગ્રા.થી રૂ. ૧૦૦ ઘટીને રૂ. ૨૪,૫૦૦ પ્રતિ કિ. ગ્રા.ની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ચાંદી-રૂપું તેના અગાઉના બંધ ભાવ જેટલું જ એટલે કે રૂ. ૨૪,૪૦૦ પ્રતિ કિ. ગ્રા. ઉપર બંધ આવ્યું હતું.



જોકે રાજકોટ ખાતે આજે સોનાના ભાવમાં સાધારણ વધારો જોવા મળ્યો હતો. રાજકોટ ખાતે સોનું ૨૪ કેરેટ તેના અગાઉના બંધ રૂ. ૧૬,૪૭૦ પ્રતિ દસ ગ્રામથી રૂ. ૩૦ વધીને રૂ. ૧૬,૫૦૦ની સપાટી ઉપર બંધ આવ્યું હતું જ્યારે ૨૨ કેરેટ સોનું પણ તેના અગાઉના બંધ ભાવ રૂ. ૧૬,૦૭૦થી રૂ. ૩૦ વધીને રૂ. ૧૬,૧૦૦ની સપાટી ઉપર બંધ આવ્યું હતું.



રાજકોટમાં એક તોલો સોનું તેના અગાઉના બંધ ભાવ રૂ. ૧૯,૧૮૦થી રૂ. ૩૦ વધીને રૂ. ૧૯,૨૧૦ બોલાયું હતું જ્યારે સોનું બિસ્કિટ તેના અગાઉના બંધ ભાવ રૂ. ૧,૯૧,૮૦૦થી રૂ.૩૦૦ વધીને રૂ. ૧,૯૨,૧૦૦ બોલાયું હતું.



વિદેશોમાં પણ હાજરબજારમાં સોનાના ભાવમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. આ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીયબજારમાં સોનાનો ભાવ ૧૦૬૪ ડોલર પ્રતિ ઔંસ બોલાયો હતો જે ગઇ કાલે ૧૦૬૫ ડોલરની સપાટીએ બંધ આવ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ ૧૫ ડોલર પ્રતિ ઔંસ બોલાયો હતો જે ગઇ કાલે ૧૫.૧૫ ડોલર પ્રતિ ઔંસ બોલાયો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: