Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 12:29 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસેન્સેક્સ: ૪૦૯ પોઇન્ટની અફડાતફડી

Bhaskar News, Ahmedabad

વૈશ્વિક નકારાત્મક સંકેતો, એફઆઇઆઇની કારમી વેચવાલી અને ડોલરની મજબૂતાઇ વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી ઉત્તરોત્તર વધતી જાય છે.



દૈનિક ધોરણે બજારમાં સામાન્ય રીતે ૨૫૦-૩૫૦ પોઇન્ટની કાતિલ વધઘટ જોવા મળી રહી છે. વોલેટિલિટી ઇન્ડેક્સ ૩ મહિનાની ટોચ ૩૦.૩૬નાં લેવલે પહોંચી ગયો છે. આજે બીએસઇ ખાતે સેન્સેક્સ ૪૦૯ પોઇન્ટની વધઘટને અંતે ૨૦ પોઇન્ટના માર્જિનલ સુધારા સાથે ૧૫,૯૩૫.૬૧ પોઇન્ટ બંધ આવ્યો હતો.



વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી યથાવત્ રાખતાં મેટલ, ઓટો અને હેલ્થકેર સેગ્મેન્ટમાં કરેલી વેચવાલીને પગલે નિફ્ટીમાં પણ ૧૨૪ પોઇન્ટની અફડાતફડી બાદ ૩.૧૫ પોઇન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટી ૪,૭૬૦.૪૦ પોઇન્ટના મથાળે બંધ આવ્યો હતો.



ગ્રીસ, પોર્ટુગલ, સ્પેન જેવા યુરોપના દેશોના નબળા સંકેતો પાછળ લંડન મેટલ એક્સ્ચેન્જ ખાતે નરમાઇનો માહોલ રહેતાં ઘરઆંગણે ફંડોનું મેટલ સેકટરના શેર્સમાં ઓફલોડિંગ વઘ્યું હતું. ઓટો કંપનીઓમાં પણ ઉછાળે વેચવાલીનો માર્ગ અપનાવાતાં ધોવાણ જોવા મળ્યું હતું, જોકે રિઝર્વ બેન્કે ૨૦૦૯-૧૦ માટે જીડીપી ૭.૨ ટકાની નજીક રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરતાં મઘ્ય સેશન બાદ બજારમાં રિકવરી જોવા મળી હતી.



અમેરિકામાં જાન્યુઆરી માટે બેકારી પાંચ મહિનાની ટોચે પહોંચી હોવા છતાં બજાર ટકેલાં હતાં. એશિયા અને યુરોપનાં બજારો વોલેટાઇલ રહ્યાં હતાં. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના વડા સી. રંગરાજને રાહત પેકેજ એક ઝટકે પાછાં નહીં ખેંચાય તેવી આશા વ્યક્ત કરતાં માર્કેટ બાઉન્સબેક કરી શક્યું હતું.



રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મઘ્ય સેશન બાદ આવેલી રિકવરીને પગલે ઓઇલ-ગેસ સહિત હેવીવેઇટ્સમાં લેવાલી નીકળી હતી. રિલાયન્સનો શેર રૂ. ૯૭૬ના નીચા મથાળેથી રિકવર થઇને અંતે રૂ. ૨.૬૫ના વધારા સાથે રૂ. ૯૯૬.૩૫ બંધ આવ્યો હતો. સ્થાનિક ફંડોએ રૂ. ૩૮૧.૦૭ કરોડની લેવાલી કરતાં કેપિટલ ગુડ્ઝ, ટેકનોલોજી અને બેન્ક સેગ્મેન્ટના શેરમાં લેવાલી નીકળી હતી.



એશિયાઇ શેરબજારોમાં નિક્કી ૧૦૫ પોઇન્ટ, હેંગસેંગ ૧૧૪ પોઇન્ટ અને કોસ્પિ ૧૪ પોઇન્ટ ઘટ્યો હતો જ્યારે સિંગાપોર અને તાઇવાન માર્જિનલ સુધારા સાથે ઉપરમાં બંધ આવ્યા હતા. યુરોપનાં ત્રણેય શેરબજારો નીચા મથાળે ખૂલ્યા બાદ સ્થિર જણાયાં હતાં.



રૂપિયો સાત સપ્તાહનાં તળિયે



અમેરિકી ડોલરની વૈશ્વિક મજબૂતાઇને પગલે ભારતીય રૂપિયો આજે ફોરેક્સ ખાતે સાત સપ્તાહની નીચી સપાટીએ પહોંરયો હતો. શેરબજારને વોલેટિલિટીને પગલે રૂપિયમાં ધોવાણ બાદ રિકવરી જોવાઈ ન હતી. સેશનમાં રૂપિયો ૪૬.૮૬ની ડિસેમ્બર ૨૩ પછીની સૌથી નીચી સપાટીને સ્પર્શ્યો હતો, અંતે રૂપિયો અગાઉના બંધની તુલનામાં ૧૦ પૈસા ઘટીને ૪૬.૮૩/૮૪ બંધ આવ્યો હતો.



બેન્કશેર્સ ઊછળ્યા



સીઆરઆરમાં વધારો છતાં બેન્કોની ધિરાણવૃદ્ધિ ઉપર નકારાત્મક અસર પડશે નહીં તેવી ધારણા પાછળ બેન્કશેર્સમાં આજે સારી લેવાલી નીકળી હતી. બીએસઈનો બેન્ક ઇન્ડેક્સ ૪૬ પોઇન્ટ વધીને ૯,૩૨૦.૦૬ પોઇન્ટના મથાળે બંધ આવ્યો હતો. પીએનબી રૂ. ૨૭.૨૫, એસબીઆઇ રૂ. ૨૧.૭૫, યુનિયન બેન્ક રૂ. ૫.૫૫, કોટક બેન્ક રૂ.૫.૫૦, બીઓબી રૂ. ૮.૭૦ અને કેનેરા બેન્ક રૂ. ૭.૧૦ વઘ્યો હતો.



મેટલશેર્સ પીગળ્યા



લંડન મેટલ એકસ્ચેન્જ ખાતે ધાતુઓના ભાવમાં આવેલા નકારાત્મક ઘટાડાને પગલે ઘરઆંગણે પણ મેટલ સેકટરમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. શનિવારના ઉછાળાને પગલે આજે ફંડોએ મેટલમાં નફો બુક કરતાં મેટલ ઇન્ડેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટીને ૧૫,૩૯૨.૮૦ પોઇન્ટ બંધ આવ્યો હતો. તાતા સ્ટીલ રૂ. ૨૪.૯૦, વેલસ્પન ગુજરાત રૂ. ૯.૦૫, જિંદાલ સ્ટીલ રૂ. ૪.૯૫ ઘટ્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: