સાઉદીના રાજા સૌથી લોકપ્રિય નેતા
સાઉદી અરેબિયાના રાજા અબ્લુલ્લાહ બિન અબ્દુલાઝિઝ મુસ્લિમ દેશોમાં સૌથી લોકપ્રિય નેતા છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વે અનુસાર ૯૨ ટકા જોર્ડનવાસીઓ અને ૮૩ ટકા ઈજિપ્તવાસીઓના મતે રાજા અબ્દુલ્લાહ આંતરરાષ્ટ્રીય બાબતે કોઈપણ નિર્ણય લે છે તે યોગ્ય જ હોય છે.
મઘ્યપૂર્વના દેશો બહાર પર ખાસ કરીને જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે ત્યાં સાઉદીના રાજાને લોકપ્રિય નેતા તરીકે સર્વાધિક મતો મળ્યા છે. સર્વે અનુસાર પાકિસ્તાનમાં ૬૪ ટકા અને ઈન્ડોનેશિયામાં ૬૧ ટકા લોકો તેમને શ્રેષ્ઠ નેતા માને છે.











