આદર્શ 'સેક્સ' પાર્ટનર કેવી રીતે બનશો
એ વાત સાચી છે કે દરેક વ્યક્તિની ઇચ્છાઓ અને પ્રાથમિકતાઓ અલગ હોય છે. માટે કોઇ એક વ્યક્તિ માટે આદર્શ ' સેક્સ 'ની સ્થિતી બીજા કોઇને માટે ઉપયોગી નથી. પરંતુ એવી કેટલીક નાની-નાની વાતો છે જેના પર ધ્યાન આપવાથી સેક્સ લાઇફ સારી બની શકે છે. જો તમે 'આઉટ ઓફ બોક્સ' વાતોને ધ્યાનમાં રાખશો તો તમારા પાર્ટનર સાથે વિતાવેલી પળોને યાદગાર બનાવી શકશો.
સંતોષ આપવાનો પ્રયત્ન
સેક્સ એક એવી ક્રિયા છે જેમાં માત્ર પ્રાપ્તિની આશા રાખવામાં આવતી નથી. માટે હંમેશા પ્રયત્ન કરો કે તમારા સાથીને પૂર્ણ સંતોષનો અનુભવ થાય. જો તમે બંને આવું વિચારશો તો ખરેખર તે પળો યાદગાર બની રહેશે. બની શકે કે કેટલીક સેક્સુઅલ વસ્તુઓ તમને પસંદ ન હોય પરંતુ તમારા સાથીને પસંદ હોય. તો ક્યારેક ક્યારેક તમારા સાથીની ખુશી માટે અલગ પ્રયોગ કરી શકો છો. જરૂરી નથી કે અમે દરરોજ આવું કરો પરંતુ ક્યારેક ક્યારેક આવી કરી શકાય.
સ્વચ્છતાનું ધ્યાન રાખો
સ્વચ્છતા દરેકનો આગ્રહ હોય છે. માટે તમારા શરીરની તપાસ કરો અને અણગમતા બાલ કાઢી નાખો. સ્વચ્છ શરીર 'સેક્સ' માટે જરૂરી છે. તે પળોને યાદગાર બનાવવા માટે સુગંધિત અત્તરનો પણ ઉપયોગ કરી છો.
નવીનતા બનાવી રાખો
સેક્સ માત્ર કરવા માટે ન માણો. સેક્સ કોઇ દૈનિક કાર્ય નથી. સેક્સ સંતોષ અને પ્રજનનન માટે જરૂરી છે. માટે હંમેશા આ પળોનો આનંદ માણવો. તે માટે વિવિધતા જરૂરી છે. એક જ પ્રકારની ક્રિયા અને આસાનથી સેક્સ એક નિરસ ક્રિયા બની જાય છે.
તમારા વજનનું ધ્યાન રાખો.
શરીરમાં ઠીક વ્યક્તિ પણ સેક્સનો આનંદ માણી શકે છે પરંતુ તેમછતાં એ પણ સત્ય છે કે બંને વ્યક્તિઓનું શારિરીક વજન સંતુલિત હોય તો તપાસ કરાવો કે તમારૂ વજન વધી તો નથી રહ્યું ને..! જો વજન વધતું હોય તો આજથી જ કસરત કરવાનું શરૂ કરી દો. કારણ કે સંતુલિત વજન સ્વાસ્થ્ય અને સેક્સ બંને માટે જરૂરી છે.










