યોગથી સેક્સ તરફ...!
ભારતીય સેક્સોલોજીસ્ટના એક જૂથના જણાવ્યા પ્રમાણે દરરોજ 45 મિનિટ સુધી યોગા કરવાથી મહિલાઓની સેક્સ લાઈફ દીપી ઉઠે છે. નવી દિલ્હી, મુંબઈ અને પૂનાના સેક્સોલોજીસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ હકીકત સામે આવી હતી. આ માટે સેક્સોલોજીસ્ટોએ થાણેમાં આવેલી યોગા સંસ્થા ખાતે 22 થી 55 વર્ષની વચ્ચેની વય ધરાવતી 40 મહિલાઓ પર એક પ્રયોગ હાથ ધર્યો હતો.
મુંબઈ સ્થિતના એક સેક્સોલોજીસ્ટે આ બાબતે જણાવ્યું હતું કે, યોગાની સેક્સ લાઈફ પર થતી અસર માપવા માટે ફિમેલ સેક્સ્યુઅલ ફંક્શન ઈન્ડેક નામે એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રશ્નાવલીમાં 20 પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક પ્રશ્ન માટે પાંચ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા.
પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ મહિલાઓને સેક્સ લાઈફ બાબતે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યાર બાદ મહિલાઓને યોગાની તાલીમ આપવામાં આવી હતી, અને 12 અઠવાડિયા બાદ ફરીથી મહિલાઓને આજ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમા ચમત્કારિક પરિણામ સામે આવ્યું હતું.
બાર અઠવાડિયા બાદ જોવા મળ્યું હતું કે 85 ટકા મહિલાઓને હવે સેક્સ કરતી વખતે થતી પીડામાં ઘટાડો થયો હતો. તેમજ તેઓ હવે સરળતાથી સેક્સમાણી શકતી હતી. મહિલાઓ પહેલા કરતા હવે વધારે ઉત્તેજક જણાતી હતી. પરિણામ બાદ સેક્સોલોજીસ્ટો એવા તારણ પર આવ્યા હતાં કે યોગાથી મહિલાઓની સેક્સ લાઈફને ખૂબ ફાયદો થાય છે.
અન્ય એક સેક્સોલોજીસ્ટે જણાવ્યું હતું કે મોટી ઉંમરની મહિલાઓને યોગાથી વધુ ફાયદો થયો હતો. પરિણામ પરથી એવું જાણવા મળ્યું હતું કે 45 વર્ષીય મહિલાઓ પણ યોગાની મદદથી સરળતાથી ઉત્તમ સેક્સ માણી સકતી હતી.











