Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 12:12 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબોલર્સના ભરોસે ભારતને ફોલોઓન કર્યું : સ્ટેઇન

Agency, Nagpur

ભારતની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરનાર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેઇને જણાવ્યું હતું કે બોલર્સે ખાતરી આપ્યા બાદ જ સુકાની ગ્રીમ સ્મિથે ભારતનો ફોલોઓન કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમને બીજા દાવમાં પણ ઓલઆઉટ કરવા માટે અમે સક્ષમ છીએ. સમયનો કોઇ પ્રશ્ન રહેતો નથી.

ભારતના પ્રથમ દાવ પૂરો થયા બાદ અમારા તમામ ખેલાડી મેદાનમાં જ મળ્યા હતા અને સ્મિથે અમને પૂછ્યું હતું કે શું તમારામાં હજુ બીજી ૨૬થી ૨૭ ઓવર બોલિંગ કરવાની એનર્જી બચી છે. તમામ બોલર્સે કહ્યું હતું કે અમે હજુ થાક્યા નથી. અમે સાચી લાઇનલેન્થથી બોલિંગ કરી હતી જેનું અમને સારું પરિણામ મળ્યું છે.

બાઉચર ઇજાગ્રસ્ત, ડી વિલિયર્સે વિકેટકીપિંગ કર્યું

સાઉથ આફ્રિકાના અનુભવી વિકેટકીપર માર્ક બાઉચર ઇજાગ્રસ્ત બનતાં ભારત સામે રમાતી પ્રથમ ટેસ્ટમાં બાકીની રમતમાં તે મેદાન પર ઊતરે તેવી ઓછી સંભાવના છે. સિટી સ્કેન તથા એમઆરઆઇ સ્કેનથી જાણવા મળ્યું છે કે પીઠના નીચલા ભાગના સ્નાયુ ખેંચાઇ ગયા છે. માર્ક બાઉચર કોલકાતા ખાતેની બીજી ટેસ્ટ પહેલાં ફિટ થઇ જશે તેવી પ્રવાસી ટીમને આશા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: