Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 1:59 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarછ હજાર ભાષાઓમાં વાત કરશે મોબાઈલ

Agency, London

Mobileમોબાઈલ પર દુનિયાભરના જુદા-જુદા લોકો સાથે વાત કરવા માટે હવે તમારે ભાષાઓ શીખવાની જરૂર નથી. ગૂગલ એક એવું સોફ્ટવેર બનાવી રહ્યું છે, જે દુનિયાની ૬૦૦૦ કરતાં વધુ ભાષાઓનો અનુવાદ કરી શકશે.

આવનારા એક-બે વર્ષમાં બજારમાં આવનારા આ સોફ્ટવેરમાં ભાષાઓને ઓળખવાની અને તેનો તાત્કાલિક અનુવાદ કરવાની ક્ષમતા હશે. આ અગાઉ ગૂગલે કમ્પ્યૂટરો માટે પણ આવું જ એક સોફટવેર તૈયાર કર્યું હતું. ગૂગલની પાસે તેવું સોફ્ટવેર પણ છે, જેનાથી મોબાઈલ વપરાશકર્તા ફકત બોલીને વેબસાઈટને ચલાવી શકે છે.

તેના માટે તેણે ટાઈપ કરવાની જરૂર નથી પડતી. હવે કંપની આ બંન્ને પદ્ધતિઓને મિલાવીને મોબાઈલ ફોનમાં નાખવાની તૈયારી કરી રહી છે. ગૂગલના ટ્રાન્સલેશન વિભાગના પ્રમુખ ફ્રાન્જ ઓચ એ જણાવ્યું કે સ્પીનો અનુવાદ કરવા માટે એક અચૂક સોફવેરની જરૂર છે, જે કંપની બનાવી રહી છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: