કિવિનો આસાન વિજય, શ્રેણી જીતી
બાંગ્લાદેશના ૧૮૩, ન્યૂઝીલેન્ડ ૫/૧૮૫, ટેલરના ઝંઝાવાતી ૭૮
રોઝ ટેલરે બાવન બોલમાં ઝંઝાવાતી ૭૮ રન ફટકારતાં ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઇ હાંસલ કરી લીધી હતી.
આમ ત્રીજી વન-ડે ઔપચારિક બની ગઇ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપી હતી. બાંગ્લાદેશની ટીમે આઠ વિકેટે ૧૮૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ન્યૂઝીલેન્ડે ૨૭.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક વટાવ્યો હતો.











