Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 2:45 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઇસ્ટ ઇન્ડિયા કંપની હવે ચા-કોફીનું વેચાણ કરશે

Agency, London

Tea_Coffeeએક સમયે બ્રિટિશ તાજના હીરા જેવી બની રહેલી અને ૪૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતી ઇસ્ટ ઇન્ડિયા કંપની ટૂંકમાં જ ચા, કોફી, તેજાના અને કાપડના વેચાણ માટે કેન્દ્રો ખુલ્લાં મૂકશે. ભારતીય મૂળના વેપારી સંજીવ મહેતા (૪૮)એ વર્ષ ૨૦૦૪માં આ કંપની ખરીદી લીધા બાદ હવે રિટેલ માર્કેટ પર કબજો જમાવવા કંપની મેદાને પડી છે.

ચાલુ વર્ષે મેફેર અને મઘ્યસ્થ લંડનમાં વેચાણ કેન્દ્રો શરૂ કર્યા બાદ કંપની ભારતમાં પણ વેચાણકેન્દ્રો શરૂ કરવાની નેમ ધરાવે છે. કંપની જાપાન, રશિયા, અમેરિકા અને મઘ્યપૂર્વમાં પણ વેચાણકેન્દ્રો શરૂ કરવાની નેમ ધરાવે છે. વેચાણ કેન્દ્રો પર ફર્નિચર, ચોકલેટ, ચામડાંની વસ્તુઓ અને ફળફળાદિના અથાણા પણ વેચાણ અર્થે મુકાશે. મહેતા કહે છે કે કંપનીના ભૂતકાળના તત્કાલીન અસ્તિત્વને જીવંત કરનારા રૂપમાં વેચાણકેન્દ્રો બનાવવામાં આવશે.

લંડન ટાઇમ્સે લખ્યું હતું

એલિઝાબેથ પ્રથમે ઇસ્વીસન ૧૬૦૦માં કંપનીની સ્થાપના કરી હતી. પરંતુ પ્રથમ જાન્યુઆરી ૧૮૭૪ના રોજ ભારત સરકારના અધિનિયમે કંપનીની સત્તા રાજસત્તા હસ્તક કરી દેતાં કંપની બરખાસ્ત કરવામાં આવી હતી. ૧૮૭૪ના ટાઇમ્સમાં લખાયું હતું કે..‘માનવવંશના પૂરા ઇતિહાસની કામગીરી કંપનીએ પૂરી કરી છે.

આવી રહેલા વર્ષોમાં કંપની એવી કામગીરી કરવા જઇ રહે છે કે કોઇ પણ કંપનીએ આજ સુધી આવી કામગીરી કરવા પ્રયાસ પણ કર્યોનથી.’

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: