વેલેન્ટાઇન ડે પર પુરુષો ઓછા રોમેન્ટિક
પુરુષો પોતાના પ્રિયપાત્રને આકર્ષવા પ્રેમપત્રો કે શાયરીઓ લખવાનું ઓછું પસંદ કરે છે
ઘણા આ બાબત સાથે સંમતિ નહિ દર્શાવે પણ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે વેલેન્ટાઇન દિવસે મહિલાઓ કરતાં પુરુષો ઓછા રોમેન્ટિક હોય છે. બ્રિટનમાં ૨,૧૦૦ પુખ્તવયના લોકોનો સર્વે કરીને આ અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે તેઓને પ્રેમપત્રો અથવા કવિતાઓ મળે તે ખૂબ ગમે છે, તેમ દર ચારમાંથી ત્રણ મહિલાઓ કહી રહી હોવા છતાં માત્ર અડધા ભાગના પુરુષો જ વેલેન્ટાઇન દિવસે પોતાની પ્રેમિકાઓ કે પત્નીઓને પ્રેમપત્રો લખતા નથી.
અભ્યાસના અહેવાલ અનુસાર મોટાભાગની મહિલાઓએ દાવો કર્યો છે કે પ્રેમપત્રો અથવા કવિતાઓ તેમને આનંદ આપે છે. છ ટકા પુરુષોએ કબૂલાત કરી છે કે મહિલાઓને પ્રભાવિત કરવાના પ્રયાસમાં તેઓ પોતાના પ્રિયપાત્રને અતિશય રોમેન્ટિક કવિતાઓ કે શાયરીઓ લખે છે.
જૂના જમાનામાં પ્રેમ મેળવવા માટેનું મહત્ત્વનું પાસું લાગણીસભર પ્રેમગીતો હતાં. આજેય દર પાંચમાંથી એક કરતાં વધુ પુરુષ હવે પોતાના પ્રિયપાત્રને પ્રેમગીતો સંભળાવવા માટે મોબાઇલનો ઉપયોગ કરી રહ્યાં છે. જ્યારે દર દસમાંથી એક કરતાં વધુ વ્યકિત પ્રિયપાત્રને પ્રેમભર્યોઇ-મેલ સંદેશો મોકલે છે.
તેમ અભ્યાસમાં જણાવાયું હતું. મોટાભાગની મહિલાઓ ફેસબુક અથવા ટિવટરનો ઉપયોગ નિયમિત ધોરણે કરે છે. જયારે અડધા ભાગ કરતાં વધુ પ્રમાણમાં મહિલાઓએ વેલેન્ટાઇન ડેના રોજ પરંપરાગત ગ્રેટિંગ્સ કાર્ડને બદલે માત્ર સંદેશાઓ મળતાં નારાજ થાય છે.










