Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 2:42 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઓસ્ટ્રેલિયાએ ૨૦,૦૦૦ ઈમિગ્રેશન અરજી ફગાવી

Agency, Melbourne

- નવા ઈમિગ્રેશન નિયમો વધુ આકરા બનાવાયા, કાયમી વસવાટ માટેના પસંદગીના વ્યવસાયોની યાદીમાં ફેરફાર. - હેર ડ્રેસર અને રસોઈયા માટે હવે કાયમી વસવાટ મુશ્કેલ બની જશે

australia_01ઓસ્ટ્રેલિયાએ સોમવારે ભારતીય સહિતના વિદેશી વિધાર્થીઓની ૨૦,૦૦૦ અરજી ફગાવી દઈને ઈમિગ્રેશન નિયમો આકરા બનાવી દીધા છે. હેર ડ્રેસિંગ, કૂકરી અને અન્ય કોર્સ મારફતે કાયમી વસવાટ ઈચ્છતા વિધાર્થીઓએ પણ હવે હંગામી વિઝાથી જ સંતોષ માનવો પડશે.

ઈમિગ્રેશન મંત્રી ક્રિસ ઈવાન્સે કહ્યું હતું કે એજન્ટો વિદેશી વિધાર્થીઓને ચોક્કસ પ્રકારના કોર્સમાં એડમિશન લઈને ઓટોમેટિક કાયમી વસવાટ (પરમેનન્ટ રેસિડેન્સી)નું વચન આપતા હતાં. હવે આ નવા ઈમિગ્રેશન નિયમોને કારણે આ શકય નહીં બને. ઈવાન્સે એક નિવેદનમાં કહ્યું કે વર્તમાન પોઈન્ટ્સ ટેસ્ટ વિદેશી વિધાર્થીને ટૂંકા ગાળાની વ્યાવસાયિક લાયકાત આપે છે, જેને કારણે તે હાર્વર્ડના પર્યાવરણ વિજ્ઞાની કરતાં પણ આગળ નીકળી જશે.

આ નવા કાયદા મુજબ ઓસ્ટ્રેલિયામાં જે ક્ષેત્રમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પ્રાથમિકતા અપાશે તેની યાદીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં નર્સ, જનરલ મેડિકલ પ્રેકિટશનર્સ, મિકેનિકલ એન્જિનિયર્સ અને શિક્ષકોનો સમાવેશ કરાયો છે. જયારે રસોઈયા અને હેર ડ્રેસરની તેમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. આમ, હવે રસોઈયા-હેરડ્રેસરના વ્યાવસાય ધરાવનાર વિદેશી નાગરિક ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ સરળતાથી મેળવી નહીં શકે.

ઈવાન્સે કહ્યું કે ઈમિગ્રેશન કાયદામાં કરાયેલા આ સુધારાને કારણે વધુ કુશળતા ધરાવતા યુવાનોને પ્રાથમિકતા મળશે. તેમણે એબીસી રેડિયોને જણાવ્યું કે અમારે ત્યાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ કૂકરી(રસોઈકામ) અને એકાઉન્ટિંગ અને હેર ડ્રેસિંગનો અભ્યાસ કરી રહ્યાં હતાં, કારણ કે આ વ્યવસાયો પસંદગીનાં ક્ષેત્રોની યાદીમાં હતા અને આ વ્યવસાયમાં તેમને પરમેનન્ટ રેસિડેન્સી મળી જતી હતી.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ ભારતીય વિધાર્થીઓ છે, જે કુલ વિદશી વિધાર્થીઓની સંખ્યાના ૧૯ ટકા છે. ઈવાન્સે દલીલ કરી હતી કે હાલના નિયમોને કારણે અનેક નબળા વિધાર્થીઓ પણ ચોક્કસ પસંદગીના વ્યવસાયમાં ઘૂસીને પરમેનન્ટ રેસિડેન્સી મેળવી લેતા હતા. નબળું અંગ્રેજી હોવાને કારણે હાલનો તણાવ અને ગેરસમજની સ્થિતિ પણ તેને કારણે જ ઊભી થઈ રહી હોવાનું તેમણે કહ્યું હતું.

કયા વ્યવસાયને પ્રાથમિકતા

નર્સ
મેડિકલ પ્રેકિટશનર્સ
શિક્ષકો
મિકેનિકલ એન્જિનિયર્સ

કયા વ્યવસાયની બાદબાકી

રસોઈયા
વાળંદ


  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: