અમે ભારત સામે હાથ નથી જોડ્યા : પાક.
ભારત-પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની વાતચીત શરૂ થયાના પૂર્વે પક્ષને મજબૂત કરતા પાકિસ્તાને જણાવ્યું કે તેણે નવી દિલ્હી સાથે વાતચીત શરૂ કરવા માટે તેની સામે હાથ નથી જોડ્યા.
પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે મુલ્તાનમાં જણાવ્યું કે ભારતે જ સમગ્ર વાટાઘાટોની પ્રક્રિયા તોડી પાડી હતી, અને પાકિસ્તાન સાથેના સંબંધોને બદનામ કર્યા છે. હવે તે અમારી પાસે આવીને વાતચીતનો આગ્રહ કરે છે. અમે ભારતની સામે ન તો હાથ જોડ્યા છે અને ન તેના દબાણમાં આવ્યા છીએ.’’
કુરૈશીએ આ ટિપ્પણી એવે ટાણે કરી છે જ્યારે પાકિસ્તાની ઉચ્ચ અધિકારી શાહિદ મલિક 18 અને 25 ફેબ્રુઆરીના રોજ ચર્ચાવિચારણા કરવા જઈ રહ્યા છે.
કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાન આ વાતચીતમાં ભાગ લેશે કારણ કે તેની પાસે કાશ્મિર, નદી જળના ભાગલા સહિતના ઘણા તર્કબદ્ધ મુદ્દાઓ છે. કુરૈશીએ જણાવ્યું કે તે ભારતના પ્રસ્તાવના અધ્યયન માટે તથા વાતચીતના એજન્ડાને છેલ્લું રૂપ આપવા આ અઠવાડિયે બેઠક આયોજીત કરશે.
.










