ભણવાની ઉંમરમાં...
બ્રિટનમાં કિશોરવયની સ્કૂલગર્લ્સના પ્રેગ્નન્ટ બનવાના કિસ્સામાં ખાસ્સો એવો ઉછાળો આવ્યો છે.
ધ સનના રિપોર્ટ મુજબ બ્રિટનમાં છેલ્લાં આઠ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ભણતી 10 વર્ષની ઉંમરની 15 કિશોરીઓ પ્રેગ્નન્ટ બની હતી. જ્યારે 39 છોકરીઓ 11 વર્ષની ઉંમરે પ્રેગ્નન્ટ બની હતી.
ઇંગ્લેન્ડમાં દર વર્ષે 13 વર્ષની નીચેની અંદાજે 300 છોકરીઓ પ્રેગ્નન્ટ બને છે. વર્ષ 2002 બાદ 15 વર્ષથી નીચેની 63,487 પ્રેગનન્સિનો ભોગ બની હતી. એટલે કે 15 વર્ષથી નીચેની દરરોજ 23 છોકરીઓ પ્રેગનન્સિનો શિકાર બની હતી.
ચોંકવનારા આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2002 બાદ 12 વર્ષની ઉંમરમાં 268, 13 વર્ષની ઉંમરમાં 2,527, 14 વર્ષની ઉંમર 14,777 અને 15 વર્ષની ઉંમરમાં 45,861 છોકરીઓ પ્રેગ્નન્ટ બની હતી.
સરકારી આંકડાઓ મુજબ નાની ઉંમરમાં પ્રેગ્નન્ટ બનેલી છોકરીઓમાંથી 60 ટકા છોકરીઓને ગર્ભપાત કરાવવામાં આવે છે. જ્યારે મોટી ઉંમરની યુવતીઓમાં ગર્ભપાતનો આંકડો આનાથી પણ ખૂબ જ ઉંચો છે.
કેન્ટ યુનિવર્સિટના સોશ્યોલોજી વિભાગના પ્રોફેસર ફ્રેન્ક ફુરેદીએ જણાવ્યું હતું કે આ આંકડા દુ:ખદ છે અને આ બાળકોમાં સેક્સ પ્રવૃતિના વધી રહેલા પ્રમાણને દર્શાવે છે.










