Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Feb 8th, 2010, 6:48 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarમેધા પાટકર તેમની જ જાળમાં ફસાયા

Agency, New Delhi

નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટિઝના અધ્યક્ષ વી. કે. સકસેનાએ ફરિયાદ દાખલ કરીને માગ કરી છેકે, મેધા પાટકર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી ચલાવવામાં આવે. જેની પર સુનાવણીકરતા મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ મુનિષ મારકને 31 માર્ચ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.



મેધા પાટકર આજે કોર્ટમાં હાજર રહ્યાં હતા, પરંતુ 3 માર્ચ 2009ના તેઓ કોર્ટમાં હાજર રહ્યાં ન હતા અને તેમણે મહારાષ્ટ્રની મેડિકેર હોસ્ટિપલ દ્વારા આપવામાં આવેલા મેડિકલ સર્ટિફીકેટને રજૂ કર્યું હતું. પરંતુ તે દિવસે તેઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા કલેકટરની કચેરીની બહાર ધરણા દીધા હતા. શ્રીવાસ્તવે આ અંગે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ નંદુરબારની જિલ્લા કચેરીમાં અરજી કરીને ત્યાં તેમની હાજરી અંગે સરકારી પૂરાવો મેળવ્યો છે.



ઉલ્લેખનીય છેકે, શ્રીવાસ્તવની ફોજદારી અરજીની જેમ જ મેધા પાટકરની અરજી અંગે પણ આ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં તેમણે અરજદાર શ્રીવાસ્તવ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. મેધા પાટકર નર્મદા બચાવો આંદોલનના નેજા હેઠળ સરદાર સરોવર યોજનાનો વિરોધ કરી રહ્યાં છે તથા વી. કે. સકસેના અમદાવાદ સ્થિત એક સ્વયંસેવી સંસ્થાના અધ્યક્ષ છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: