બ્યુટિ ટિપ્સ
- ચંદનમાં ગુલાબ જળ મિશ્રિત કરીને તેનો લેપ કરવાથી પણ લાભ થાય છે. ખીલ પર અડધા કલાક સુધી તે રહેવા દેવું. ત્યાર બાદ તેને ઠંડાં પાણીથી ધોઈ નાખવું. રોજેરોજ આ ક્રિયામાં વધારો કરો. દિવસમાં બે વાર તેનો લેપ કરો. પંદર દિવસમાં ઘણો ફર્ક પડી જશે.
- થોડું ચંદન અને એક બે પાન કેસર પાણીની સાથે ઘસીને રોજ અડધા કલાક સુધી ખીલ પર લગાવવાથી પણ ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.
- તુલસીનાં પાનનો રસ અને ટામેટાંનો રસ ભેગો કરીને ખીલ પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ચહેરા પર લીંબું ઘસવાથી પણ ખીલ દૂર થઈ શકે છે.
- લીમડાના સાબુથી રોજ સ્નાન કરવાથી અથવા પાણીમાં બે કે ચાર ટીપાં ડેટોલ નાખીને સ્નાન કરવાથી ચહેરા પરનાં ખીલ અને ડાઘ દૂર કરી શકાય છે. એલોવિરાના પાનને ચહેરા પર ઘસવાથી ત્વચા સુંવાળી બને છે.













