રાહુલનો રોમાન્સ પૂરબહારમાં ખીલ્યો
રાહુલ મહાજન હાલમાં ખાનગી ચેનલ પર પોતાના માટે જીવનસાથીની શોધ ચલાવી રહ્યો છે. રાહુલ દુલ્હનીયા લે જાયેંગેમાં રાહુલ જે રીતે યુવતીઓની સંભાળ રાખે છે તે બાબત જ લોકોમાં આશ્ચર્ય જન્માવ્યું છે.
રાહુલ હાલમાં જ નીકુંજ મલીક કે જે ફરીદાબાદની છે તેની સાથે ડેટ પર ગયો હતો. રાહુલ સાથે તે બહાર જમવા જવાની હતી. જો કે રાહુલે તેને ઘણી બધી ભેટો આપી હતી.
નીકુંજને ડેટ પર લઈ જવા માટે રાહુલે ખાસ ડોલી મંગાવી હતી. દેવીગઢ મહેલમાં ખાસ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલે નીકુંજનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યુ હતું. આટલું જ નહિ નીકુંજ માટે એક ડ્રેસ પણ ખરીદ્યો હતો.
વાંચો:- શ્વેતાની ધોલાઈ, પાયલ સાથે ફ્લર્ટ, હવે...??
ત્યારબાદ રાહુલે નીકુંજને એક સુંદર નેકલેસ પણ આપ્યો હતો. શોના નિર્માતા ફઝીલા અલ્લાનાએ કહ્યું હતું કે, રાહુલ ઘણો જ અલગ છે. તે હંમેશા યુવતીઓને કઈ રીતે ખુશ રાખવી તેની જ ચિંતા જ કરતો હોય છે.
રાહુલના મતે યુવતીઓ સાથે તેમનો પરિવાર પણ નથી અને તેઓ તેમના પરિવારથી ઘણી જ દૂર છે. તેથી જ તેમની યોગ્ય સંભાળ રાખવી જોઈએ.
વધુમાં નિર્માતાએ કહ્યું હતું કે, રાહુલને સાચે જ તેની મનગમતી જીવનસાથી મળી જશે.
.











