બેટરી હંમેશા ડાઉન થઇ જશે!
અમારી જિંદગીમાં પ્રકાશ ફેલાવવામાં મદદરૂપ થનાર બેટરીનું ભવિષ્ય અંધકારમય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમણે પાપડ જેટલું પાતળું મટિરીયલ બનાવી લીધું છે, જે ઇલેક્ટ્રિસીટી સ્ટોર કરીને રિલીઝ કરી શકે છે. હવે મોબાઇલ ફોન અને આઇપોડ ક્રેડિટ કાર્ડ જેટલા પાતળા હોઇ શકે છે, કારણ કે આ ગેઝેટમાં હાલની બેટરી જેટલું વજન નહિં હોય. એવા કોમ્પયુટર સ્ક્રીન બનાવી શકાય છે, જેને ફોલ્ડ કરી શકાશે અને પેપરની જેમ હાથમાં લઇને ચાલી શકાય. આ મટિરીયલમાંથી ઇલેકટ્રોનિક કપડા બનાવી શકાય છે, જે ત્યારે ચાર્જ થશે જ્યારે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હોય. જ્યારે વાતાવરણ ઠંડું હશે ત્યારે આ કપડાં ગરમી રિલીઝ કરશે.
ઇમ્પીરિયલ કૉલેજ, લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ એરોનૉટિક્સના કે.એમિલી ગ્રીનહૉગે કહ્યું કે આ મટિરીયલ બેટરી નહિં, સુપરકેપિસિટર છે, જે પરંપરાગત ઇલેકટ્રિક સર્કિટમાં હોય છે. આવતા 10 વર્ષમાં તે પૂરી રીતે બેટરીની જગ્યા લઇ શકે છે. તેમની ટીમે જે પ્રોટોટાઇપ તૈયાર કર્યા છે, તે નોર્મલ પાવર સ્પલાયથી ચાર્જ થવામાં 5 મિનિટનો સમય લે છે અને એલઇડીને 20 મિનિટ સુધી પ્રકાશિત રાખી શકે છે.
ડૉ.ગ્રીનહૉગ કાર બનાવનાર કંપની વોલ્વોના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. હાઇબ્રીડ પેટ્રોલ-ઇલેક્ટ્રિક કારમાં આ મટિરીયલનો ઉપયોગ કરવાનો છે. તેણે કારના બૂટમાં મેટલ ફલોરની જગ્યાએ લગાવામાં આવશે, જ્યાં એકસ્ટ્રા ટાયર રાખવામાં આવ્યું હોય છે. તેના લીધે કાર હલકી થશે અને વધુ ઝડપથી ચાલશે. ડૉ.ગ્રીનહૉગનું કહેવું છે કે અમારા મટીરીયલના લીધે ભવિષ્યની કાર પોતાની છત અને દરવાજાઓથી પાવર પ્રાપ્ત કરશે. લેપટોપ પોતાના કેસથી એનર્જી લેશે અને લાંબા સમય સુધી ચાલશે. આ મટીરિયલ પંરપરાગત બેટરીની સરખામણીમાં જલ્દીથી ચાર્જ થાય છે. તેમાં કોઇ કેમિકલ પ્રોસેસનો સમાવેશ નથી.











