પથ્થરમારો કરવા પાક. પૈસા આપે છે
પાકિસ્તાન દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવા માટે માત્ર હથિયારો અને ગોળીઓ જ મોકલવામાં નથી આવતી. પરંતુ તેઓ સુરક્ષાબળો પર પથ્થરમારો કરવા માટે પણ પૈસા આપે છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક એન. કે. ત્રિપાઠીના કહેવા પ્રમાણે તેમના જવાનોએ માત્ર બોમ્બ અને ગોળીઓ સામે જ નહીં પરંતુ પથ્થરો સામે પણ ઝઝુમવું પડે છે. વિશેષ કરીને શુક્રવારે. આ દિવસે જુમ્માની નમાઝ અદા કર્યા પછી કોઇને કોઇ મુદ્દે પથ્થરમારો શરૂ થઇ જાય છે. જેની સામે જવાનોએ સંયમ રાખવો પડે છે. તેઓ ન તો ગોળીબારી શકે છે ન તો પથ્થરમારાને અટકાવી શકતા.
ભારતમાં રહેતા પાકિસ્તાની એજન્ટો આ માટે કાશ્મીરી યુવકોને તૈયાર કરે છે અને મોઢાં પર કપડું બાંધીને આ યુવકો સુરભાબળોનાં જવાનો પત્થરમારો કરે છે. આ માટે તેમને નાણાં પણ પૂરા પાડવામાં આવે છે. પથ્થર ખરીદવા માટે પૈસા આપવામાં આવે છે અને આ માટે ભટકેલા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તલાશી અભિયાન દરમિયાન સુરક્ષા બળોએ અનેક વખત સ્થાનિક ઘરોમાંથી પથ્થરો પણ જપ્ત કર્યા છે. લગભગ 400 જેટલા શખ્સોની પથ્થરમારો કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લા દોઢ વર્ષમાં લગભગ દોઢહજાર જવાનો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા છે અને 373 વાહનોને નુકશાન થયું છે.










