નિફ્ટી 4450ની નીચે જાય તો તમારી લાલચ વ્યાજબી
રાજીવ રંજન ઝા
એક ટ્રેડર અને એક રોકાણકારની સમસ્યા હંમેશા અલગ હોય છે, તેમનો ડર અને લાલચ પણ ઘણા અલગ પ્રકારના હોય છે.
જયાકે કોઇ એક ટ્રેડરને સૌથી વધુ ડર લાગી રહ્યો હોય ત્યારે તે સમયે એક રોકાણકાર માટે લાલચી બનવું સૌથી સારી તક હોય છે. પરંતુ ક્યારે ડરવું ઠીક અને ક્યારે લાલચી બનવું, આ સમજવા માટે બંનેના વિચારો પણ એકદમ અલગ હોય છે. એક ટ્રેડરની નજર બજારની ચાલ પર હોય છે, તેમના મોમેંટમ પર હોય છે. એક રોકાણકારની નજર મૂલ્યાંકન પર હોય છે.
હાલના સંજોગોમાં એક ટ્રેડર માટે બજારની દિશાને લઇને ડરવું વ્યાજબી છે. નિફ્ટી કંઇ સપાટી પક તૂટશે અને ક્યાં તેને સહારો મળશે, તે અંગે દરેકના પોત-પોતાના અનુમાન છે. પરંતુ બજાર ક્યાંક બીજે તૂટયું તો ટ્રેડરોનો ડર પણ વધી જશે. અહિંથી નિફ્ટી 100 અંક વધુ તૂટી તો લોકો 400 અંક સુધી નીચામાં જશે તેમ વિચારવા લાગશે. જો નિફ્ટી 200 અંક વધારે તૂટશે તો લોકો 4000ની નીચલી સપાટી જોવા લાગશે. આ ડર સ્વાભાવિક જ હશે, જેણે ટેકનિકલી નિષ્ણાતો અલગ-અલગ રીતે સમજાવશે.
પરંતુ એક રોકાણકાર બજાર તૂટતા એક સીમા બાદ વધુ લાલચી થતા જશે. કોઇ ચીજ જેટલી સસ્તી મળશે, તેટલી જ સારી હોય છે ને! પરંતુ પ્રશ્ન એ છે કે આ સીમા શું હશે? જો નિફ્ટીનું મૂલ્યાંકન જોઇએ તો 1, જાન્યુઆરી 2009થી અત્યાર સુધી પીઇ અનુપાત (વીતેલા 12 મહિનાના આધાર પર)ની સરેરાશ અંદાજે 19ની બેસે છે. જો કે આ દરમ્યાન 11.96ની જ રહી, 22મી જાન્યુઆરી,2009ના રોજ ફરીથી તે 23.59 સુધી ગઇ, 06, જાન્યુઆરી 2010ના રોજ પણ.
જો વધુ થોડીક લાંબી સમયમર્યાદા લઇએ તો 2003થી અત્યાર સુધીમાં નિફ્ટીની પીઇ અનુપાત સરેરાશ 17.7 બેસે છે. આ દરમ્યાન સૌથી ઓછી 10.7ની પીઇ અનુપાત 27મી ઓક્ટોબર 2008ના રોજ અને સૌથી વધુ 28.3 પીઇ અનુપાત 8મી જાન્યુઆરી,2008નો રોજ હતી. આમ, તેના પરથી આપણે માની શકીએ કે માર્ચ 2009થી અત્યારસુધી ચાલેલી તેજી દરમ્યાન કોઇ પણ સમાયએ બજાર અતિ-ઉત્સાહીના મુકામ સુધી ગયું જ નથી.
ઠીક છે, જો 1લી જાન્યુઆરી 2009થી અત્યાર સુધી સરેરાશ એટલે કે19.05 પીઇ લઇએ, તો તે અનુપાત પર નિફ્ટીની સપાટી અંદાજે 4453 બને છે. જો 2003થી અત્યારસુધીની સરેરાશ એટલે કે 17.7 લઇએ, તો તેના પર નિફ્ટીની સપાટી 4137 બેસે છે. આથી મારૂં માનવું છે કે જો બજાર તૂટે તો 4550ની નજીક આક્રમક ખરીદી કરી શકાય છે. પછી 1450ની આસપાસ પોતાની મૂડીની લગભગ સમૂચા રોકાણ કરી શકાય છે, પરંતુ કદાચ એવી તક મળવાની નથી. તમે પૂછશો કે આ ભરોસો શા માટે છે? આમ, એટલા માટે કહી શકાય કે ભારતીય કંપનીઓની પ્રતિ શેર આવક (ઇપીએસ) ઘટવાનો સમય વીતી ગયો છે.












