ટેસ્ટ ટ્યૂબ બેબીમાં પણ વંઘ્યત્વ હોઈ શકે
અહીંના એક પીડિયાટિ્રશિયને એક સંશોધન બાદ દાવો કર્યો છે કે બાળક પેદા ન કરવાની ક્ષમતાના કારણે આઈસીએસઆઈ ટેક્નિકની મદદથી પિતા બનનારા વ્યક્તિઓનાં બાળકો પણ તેમના જેવા જ પેદા થઈ શકે છે. આ ટેક્નિકમાં અંડાણુમાં ઇન્જેકશન દ્વારા વીર્ય પહોંચાડવામાં આવે છે.
સંશોધનકર્તા એલિસ્ટેયર સટકિલફે આઈસીએસઆઈ ટેક્નિકથી પેદા થયેલા ૬ વર્ષની ઉમરના ૨૧૧ ટેસ્ટ ટ્યૂબ બાળકો પર પરીક્ષણ કર્યા બાદ આ દાવો કર્યો છે. બાળકોમાં ગુણ વારસાગત રીતે તેમના પિતામાંથી જ આવે છે.
આ બાળકોની આંગળી નાની હોય છે, જે વંઘ્યત્વની નિશાની છે. સુરક્ષિત આઈસીએસઆઈ ટેક્નિકના ખતરા અંગે આ પ્રથમ શોધ છે.










