Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Feb 8th, 2010, 10:39 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસ્વામિનારાયણ સંપ્રદાયનું વંદાવન વડતાલ ધામ

Mahesh Yagnik

આ મંદિરમાં વાસુદેવની મૂર્તિ સહિત હરિકૃષ્ણના નામની પોતાની મૂર્તિ સ્વહસ્તે પ્રતિષ્ઠિત કરી હોય તેવાં નિજ મંદિરોમાં એકમાત્ર વડતાલ ધામ છે. શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ અજોડ પાષાણનાં પૂતળાં જ્યાં ચેતનવંતા બનીને નાચ્યાં હોય અને શ્રીજી મહારાજે સંપ્રદાયની ગીતા સમાન શિક્ષાપત્રી તથા નવ વચનામૃતો જ્યાં બેસીને રચ્યાં હોય તેવું નવ શિખરોવાળું મંદિર માત્ર વડતાલમાં છે.



vadtalસંપ્રદાયના કેટલાક કવિઓએ ગઢડાને ગોકુળ રૂપ ગણાવ્યું છે પણ સ્વયં શ્રીજી મહારાજે સ્વમુખે વડતાલને વૃંદાવન કહ્યું છે. વૃંદાવન જેવી પુણ્યભૂમિ વડતાલની છે. ભૃગુ ઋષિની પુત્રી રમા-લક્ષ્મીએ દ્વાપર યુગમાં બદરીવૃક્ષની નીચે બેસીને ઉગ્ર તપ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા હતા.



જ્યારે દ્વાપર-કળિયુગની સંધિમાં,ભગવાન શ્રી કૃષ્ણે રાસક્રીડા મહોત્સવ ઊજવ્યો હતો તે પરમ પવિત્ર સ્થળ એટલે વડતાલ ધામ. ભગવાન સ્વામિનારાયણે વિ.સં.૧૮૭૫માં અપૂર્વ રંગક્રીડા મહોત્સવ અને પુષ્પ દોલોત્સવ પણ અત્રે ઊજવ્યો હતો.



વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે વિ.સં.૧૮૮૧ના કારતક માસમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનું ભવ્ય મંદિર નિર્માણ કરેલું છે. આ ધામ ભગવાન સ્વામિનારાયણની લીલાભૂમિ ઉપરાંત ભગવાનની કર્મભૂમિ અને ઉત્સવભૂમિ પણ છે. શ્રીજી મહારાજે વડતાલને તીર્થશિરોમણિ બનાવવાની મહેચ્છા જાહેરમાં વ્યકdત કરી હતી.



શ્રીજી મહારાજે સંપ્રદાયમાં અમદાવાદ, ભૂજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડા આ છ સ્થળોએ મંદિરો બંધાવીને સ્વહસ્તે ભગવદ્ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. શ્રીજી મહારાજે સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું હોય અને જે મંદિર માટે ભગવાને સ્વયં ઈંટો-પથ્થર અને ચૂનાનાં તગારાં ઉપાડ્યાં હોય તેવું મંદિર એટલે વડતાલ ધામ.



આ મંદિરમાં વાસુદેવની મૂર્તિ સહિત હરિકૃષ્ણના નામની પોતાની મૂર્તિ સ્વહસ્તે પ્રતિષ્ઠિત કરી હોય તેવાં નિજ મંદિરોમાં એકમાત્ર વડતાલ ધામ છે.



શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ અજોડ પાષાણનાં પૂતળાં જ્યાં ચેતનવંતા બનીને નાચ્યાં હોય અને શ્રીજી મહારાજે સંપ્રદાયની ગીતા સમાન શિક્ષાપત્રી તથા નવ વચનામૃતો જ્યાં બેસીને રચ્યાં હોય તેવું નવ શિખરોવાળું મંદિર માત્ર વડતાલમાં છે.



સંપ્રદાયનું બંધારણનો લેખ વડતાલમાં શ્રીજી મહારાજે સૌને સમજાવેલો. પ્રબોધિની એકાદશી અને રામનવમીના ઉત્સવો સહિત દર અગિયારસ-પૂનમે હજારો શ્રદ્ધાળુનું આસ્થા કેન્દ્ર વડતાલ ધામ બન્યું છે. નિયમિત રીતે વડતાલની ભોજનશાળામાં એકથી બે હજાર શ્રદ્ધાળુઓ ભોજન લે છે જ્યારે અગિયારસ-પૂનમ અને ઉત્સવો દરમિયાન આ ગણતરી પાંચથી છ આંકડાઓમાં પહોંચી જાય છે.



વિશાળ ગૌશાળા, ત્યાગીઓ માટે ભવ્ય ધર્મશાળા, ભક્તો માટે ભવ્યાતિભવ્ય ઉતારાઓ તથા ભગવાનનો પ્રસાદ(લાડુ) અને જગવિખ્યાત આથેલાં મરચાં વડતાલનું નવલું નજરાણું છે. પાંચ આરતી-વિવિધ ભોગ, સહિત ભગવદ્ પ્રતિમાઓમાં શ્રીઘનશ્યામ મહારાજનો એક કરોડનો મુગુટ અને લક્ષ્મીજીની સુવર્ણજડિત મોજડી અને સુવર્ણજડિત હસ્તથી શોભતું ભવ્ય સુવર્ણ સિંહાસન શોભાયમાન છે.



દર વર્ષે આચાર્યજીના સ્વહસ્તે દીક્ષા મહોત્સવ સહિત ચૈત્રી અને પ્રબોધિની એકાદશીના બે સામૈયાઓની ઉજવણીમાં દેશભરમાંથી ઊમટતો શ્રદ્ધાળુ ભક્તોનો મહેરામણ વડતાલને મઘ્યભારતનું વંદાવન બનાવવા માટે પૂરતો છે. આ ધામની સેવા પ્રવૃત્તિઓની મહેક પણ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.



કુદરતી આપત્તિઓ જેવી કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું અને વરસાદના સમયે મંદિરના સંતો જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના જનમાત્રના કલ્યાણ હેતુ ગામેગામ ફરીને સેવાઓ કરીને સૌને સુખિયા કરી રહ્યાં છે. સાથે સાથે સંતોને ભણવા માટે સંસ્કૃતિ વિદ્યાલય એ વડતાલના મયૂરપીંછમાં વધુ એક કલગી બની રહેશે. ભગવાન સ્વામિનારાયણે ભક્તોને આપેલું વચન (બોક્સ)



શ્રી હરિ કહે છે કે વૈકુંઠમાં મૂર્તિ છે તેવી વડતાલમાં આ લક્ષ્મીનારાયણદેવની મૂર્તિ છે. બ્રહ્મચર્ય રાખી સો વર્ષ સુધી ચાર ધામની યાત્રા કરે તેનાથી એક વાર વડતાલમાં દર્શન કરે તેને અધિક ફળ મળે તેવું દૈવત આ મૂર્તિમાં છે.



ભાવ વિના પણ દર્શન કરશે તે ફરી મનુષ્ય દેહ પામશે અને સત્સંગ કરી અવિનાશી સુખ મેળવશે. ત્યારે આ વડતાલ ધામ સાચા અર્થમાં જ તીર્થ શિરોમણિ ગણી શકાય ને!

  share

 .

Reader's Feedback
rohit babariya
Sunday, 7th Feb 2010, 20:16

Wah !!!! boss very good like this thnx for this story very good story becoz i m also connect with this vadtal sansthan .once again thnx for this.
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: