Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Feb 7th, 2010, 6:04 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarવિચારમાં આમૂલ પરિવર્તન આવે તો માનવી સફાળો જાગે

Rameshbhai Oza

મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, પૂજાપાઠ, કર્મકાંડો એ બધાં ઉપકરણો છે. ઉપકરણોનું પણ એક મહત્વ છે. ઉપકરણોને જ આપણે સાઘ્ય ન સમજી લઈએ. ધર્મ ન સમજી લઈએ. તેના માઘ્યમ દ્વારા જે સ્મૃતિ બની રહે છે તે મહત્વ સ્મૃતિનું છે. ઉપકરણોને જયારે આપણે પૂજવા લાગીએ છીએ ત્યારે ધર્મની અંદર જે સુવાસ છે તે ઊડી જાય છે અને ધર્મ જડ બની જાય છે. ક્રિયાકાંડ જડ બની જાય છે. ધર્મ એટલે માત્ર નગારું, તગારું અને તાવડો.

આવો આપણે ધર્મ કરી નાખ્યો છે. નાગરું એટલે એક સ્થળે આરતી કરવાની. તગારું  એટલે મોટાં મોટાં મંદિરો બાંધવાનાં. તાવડો એટલે સારી સારી વાનગીઓ; મીઠાઈઓ બનાવવી. ઠાકોરજીને ધરવાનું એ અમુક કલાકોમાં જ આચરવાની વસ્તુ છે. બે-ત્રણ કલાક કરવાની વસ્તુ છે. ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે. ધર્મને માત્ર મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારામાં પૂરી નથી રાખવાનો. તેને માત્ર ક્રિયાકાંડમાં બાંધવાનો નથી, અહીં ધર્મને શ્વસવાનો છે. હું જયાં છું ત્યાં મારી પ્રત્યેક ક્રિયા પૂજા બને. જીવન એક યજ્ઞ બને.

આધ ગુરુ શંકરાચાર્યે ખૂબ સરસ સ્તુતિ કરી છે : હે શિવજી, તમે મારા આત્મા છો અને મારી મતિ એ આત્મા અને શિવમતિ એટલે ગિરિજા આ પ્રાણ છે. પંચ પ્રાણ છે અને શરીર એ દેવાલય છે. આમાં દેવ વસે છે એ મંદિર છે. મંદિરમાં અને હોટેલમાં ફરક હોય જ ને! હોટેલ તો સાવ નીચેની વસ્તુ. થોડું સંસ્કારી વાતાવરણ અને ઉપરની વસ્તુ એમાં દિવ્યતાનો અનુભવ થાય છે. દિવ્યતા નિર્માણ થયેલી જ છે.

‘દેવાલય પ્રોકતો’ આ દેહ દેવાલય જ છે એટલે આ વસ્તુ જો નક્કી થઈ તો માણસ ગમે તે ખાવાનો નહીં, ગમે તે પીવાનો નહીં. પોતાની પવિત્રતા જાળવશે કારણ કે સિગારેટનો ધુમાડો જો અંદર નાખું તો અંદરના દેવ નારાજ તો નહીં થાય ને?

ગૂંગળાઈ તો નહીં જાય ને? આ બીડીનો ધુમાડો એને અપવિત્ર તો નહીં કરી નાખે ને? શસ્ત્ર એ ડોકાં કાપવાનું કામ કરે છે. શાસ્ત્રો ડોકાં બદલવાનું કામ કરે છે. શસ્ત્ર અને શાસ્ત્રમાં આટલો જ ફરક છે. પહેલામાં વિસર્જન થયા છે. આમાં સર્જન થાય છે. આ નેગેટિવ છે છતાં કાપવાય પડે.

ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધના યુદ્ધને નિવારવાની બહુ કોશિશ કરી પણ એ અનિવાર્ય થયું અને ડોકાં કાપવાં પડયાં. અમુકનાં કપાય નહીં તો કાપવાંય પડે. શસ્ત્રો ડોકાં કાપે અને શાસ્ત્રો ડોકાં બદલે. વિચાર બદલે એટલે માણસ બદલાય. એટલે આપણે ઘણી વાર કહી છીએ કે આ પહેલાંના છગનભાઈ નથી રહ્યા. છગનભાઈનો પુનર્જન્મ થયો છે. વિચાર બદલાયો, વિચારમાં આમૂલ પરિવર્તન થઈ જાય એટલે માનવી જાગી જાય. 

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: