Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Feb 7th, 2010, 2:14 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઅરવિંદ આશ્રમની પ્રતિકૃતિ સમાન ‘માતૃધામ’ આશ્રમ

Dharma Darshan

‘માતૃધામ’ આશ્રમ તૈયાર થઈ ગયા બાદ ગુજરાતનાં પવિત્ર યાત્રાસ્થળોમાં આ આશ્રમ પણ પોતાનું મજબૂત સ્થાન ધરાવતું હશે. અહીં વિશાળ જગ્યામાં સાડાબાર હજાર સ્ક્વેર ફીટમાં માત્ર મંદિર બનાવવાનું જ આયોજન છે.



bhavnagarપોંડિચેરી સ્થિત અરવિંદ આશ્રમ દુનિયાભરના સાધકો માટે જાણીતો છે. ભાવનગરને મિની પોંડિચેરી બનાવવાના હેતુથી અઢાર કરોડના ખર્ચે ‘માતૃધામ’ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભાવનગરની બાજુમાં આવેલું ગામ અકવાડાની ૧૫ વીઘા જમીન પર ‘માતૃધામ’ આશ્રમ બનાવવાનો નિર્ધાર કર્યો છે.



‘માતૃધામ’ આશ્રમ તૈયાર થઈ ગયા બાદ ગુજરાતનાં પવિત્ર યાત્રાસ્થળોમાં આ આશ્રમ પણ પોતાનું મજબૂત સ્થાન ધરાવતું હશે. અહીં વિશાળ જગ્યામાં સાડાબાર હજાર સ્ક્વેર ફીટમાં માત્ર મંદિર બનાવવાનું જ આયોજન છે. ઉપરાંત પરિસરમાં અન્નક્ષેત્ર, ગૌશાળા, ઘ્યાનકેન્દ્ર, વગેરે બનાવવાનું આયોજન પણ છે. અહીં નિર્માણ પામનારું ઘ્યાનકેન્દ્ર સાધકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.



સમગ્ર આશ્રમનું નિર્માણ ભારતના જાણીતા આર્કિટેક ચંદ્રકાંતભાઈ બી. સોમપરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમણે દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર, સોમનાથ મંદિર, બિરલા મંદિર વગેરેનું નિર્માણ કરેલું છે. ટૂંક સમયમાં ગુજરાતના લોકો માટે આ નમૂનેદાર મંદિર સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ ખુલ્લુ મૂકવામાં આવશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: